જાણો, 25/10/2019 ને શુક્રવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપ પોતાના રાહ પરની મુશ્કેલીઓ જોઈને થોડાક પરેશાન થઈ જશો. આપ આ પરિસ્થિતિઓથી બચવાને માટે ખૂબજ કોશીશ કરી રહ્યા છો તો પણ પરેશાની આવીજ ગઈ. પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને ધીરજ અને સાહસથી આ પરિસ્થિતિઓથી બહાર આવવાનો પ્રયાસ કરો

વૃષભ

આજે આપ પોતાના અધૂરા સપનોને લઈને થોડીક નિરાશા અનુભવશો. નિરાશામાં નકામો સમય ના બગાડશો. બલ્કે વિચારો કે આપ કેવી રીતે પોતાના સપનાને સાકાર કરી શકો છો જો આપ સાચી રીતે અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધશો તો આપ જરૂર સફળ થઈ જશો.

મિથુન

આજે આપ પોતાની જીંદગીના કેટલાયે ક્ષેત્રોની બાબતમાં ચિંતિત રહેશો. આપને લાગશે કે આપે પોતાને માટે જે લક્ષ્‍ય નક્કી કેટલા છે અને પ્રાપ્ત કરવા એટલા સ્હેલા નથી. આપની દોસ્તીમાં પણ તનાવ આવી શકે છે. આપનો હસમુખ સ્વભાવ પણ નિરસ લાગશે.

કર્ક

આજે આપ થોડાક તનાવમાં રહેશો જેના કારણે આપ પોતાની જવાબદારીઓ પર ધ્યાન દઈ શકતા નથી. આપનું મન પોતાના દોસ્તો પર લાગેલું રહેશે. આપ મોટા ભાગે આપનો સમય એમને સંદેશ મોકલવા પર અથવા એમની સાથે ફોન પર વાત કરવામાં વીતાવશો. એક દિવસની વાત હોય તો ઠીક છે પરંતુ એના કારણે પોતાના જરૂરી કામોને અધૂરા ન છોડશો. સહુની સાથે વાતચીત કર્યા પછી ફરી પોતાના કામ પર લાગી જશો.

સિંહ

આપ કદાચ વધુ તનાવમાં છો અને આ બાબતમાં આપ પોતાના કોઈ દોસ્ત સાથે વાત કરવા ચાહો છો. વગર સંકોચે પોતાના નજીકના મિત્રને વાત કરો. પોતાના મનની વાત કરવાથી આપના મનનો બોજ હળવો થઈ જશે.

કન્યા

આજે આપ આખો દિવસ ચિંતામાં પરેશાન કરેશો આ તનાવનું કારણ જે પણ હોય બસ આપ પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો. અને વધારે પરેશાન ન થશો. પરેશાનીઓ તો આવતી જતી રહે છે એનાથી બોધવાક લઈને આગળ વધવું જોઈએ.

તુલા

આજબ અને ન કહી શકાય એવો ડર આજે આપને હેરાન કરી શકે છે. કોઈ કારણ વગર ડરવાની જરૂર નથી અને નકામા પરેશાન થશો પણ નહી આ ડરનું કોઈ કારણ નથી.

વૃશ્ચિક

આજે આપ પોતાના મૂડમાં બદલાવ અનુભવશો અને એ કારણે કામમાં પણ આપનું મન નહી લાગે. પોતાના ચિડપણભર્યા વહેવારને કાબુમાં રાખો. એ થોડાક સમયની વાત છે. આપ ફરીથી સામાન્ય વહેવાર કરવા લાગશો.

ધનુ 

આજે પોતાને વ્યવસ્થિત કરવાનો દિવસ છે. પોતાના બિલોને જુદા જુદા કરો અને કબાટોને સાફ કરો અને પોતાને માટે એક બજેટ નક્કી કરો આજે આપ પોતાના પ્રયાસોમાં સફળ થશો એનાથી આપને આવવાવાળા સમયમાં લાભ થશે. જો આ કામ આપ પોને નથી કરી શકતા તો આપ કોઈની મદદ પણ લઈ શકો છો.

મકર 

સારી નરસી ભાવનાઓ આપને આજે દુખી કરશે. પોતાના મુડને કાબુમાં રાખીને ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આજે આપ એવું કરો જે કરવું આપને સારૂં લાગતું હોય ભલે તે ગાયન ગાવાનું હોય કે ચોપડી વાંચવાની હોય કે પછી દોસ્તોની સાથે ગપ્પા મારવાના હોય.

કુંભ 

આખરે એ વાત આવી ગયો જ્યારે આપે વ્યવસ્થિત થઈ જવું જોઈએ. આજે પોતાની જીંદગીનો સૌથી મુશ્કેર ક્ષેત્ર પસંદ કરી લો. ભલે તે પૈસા, ઘર અથવા પછી કામથી સંબંધિત હોય એની પર કામ શરૂ કરી છો. એ ક્ષેત્રના દરેક પાસાને ઉકેલી લો. કાલથી કદાચ આપ પોતાને એક બીજાજ રસ્તા પર જોશો. આથી ભવિષ્યમાં આપની ઉત્પાદન ક્ષમતા વધશે.

મીન 

આજે આપ સમજી નહી શકો કે શું કરવું. શાંતિથી બેસી જાવ અને વિચારો કે આપની આ મુંઝવણનું કારણ શું છે? જરૂર પડે તો કોઈ નજીકના મિત્રથી આ બાબતમા ખુલીને વાત કરો. એથી આપનું મગજ ખુલ્લું થશે.
 

Post a comment

0 Comments