અમિતાભ બચ્ચનનું 25 ટકા લિવર કામ કરવા છતા આજે પણ છે એકદમ ફિટ, જાણો કેવી રીતે?


આ વાતમાં કોઇ શક નથી કે 77 વર્ષની ઉંમરમાં પણ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન બોલીવૂડના સૌથી ફિટ એકટર્સમાંથી એક છે. તે ગત 4 દશકથી પણ વધારે સમયથી હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં સક્રિય છે અને ઉંમરના આ પડાવ પર પણ તે તેમનાથી અડધી ઉંમરના લોકોની જેમ ફિટ દેખાય છે.

સતત ફિલ્મ કરવાની સાથે-સાથે બિગ-બી ટીવી એન્કરિંગ, એડ ફિલ્મ, સોશિયલ કૉઝથી જોડાયેલા કાર્યક્રમ દરેક વસ્તુમાં એક્ટિવ રહે છે. તો આવો જોઇએ અમિતાભ બચ્ચનની ફિટનેસનું રાઝ શુ છે.


અમિતાભ બચ્ચન ભલે આજે 77 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ અને હેલ્ધી નજરે પડે છે. પરંતુ તમને જણાવી દઇએ કે તે મોટી-મોટી બીમારીઓને હરાવી ચૂક્યા છે. બિગ-બીને ટીબી, લિવર સિરોસિસ અને હેપાટાઇટિસ બી જેવી ગંભીર બીમારીઓ થઇ ચૂકી છે. હાલ બિગબી માત્ર 25 ટકા લિવરના ભરોસે જ સર્વાઇવ કરી રહ્યા છે. એવામાં તેમના માટે પોતેએ ફિટ અને હેલ્ધી રાખવા પણ જરૂરી થઇ જાય છે.


અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે તેમણે જિમ જવા 7-8 વર્ષ પહેલા જ શરૂ કર્યું છે. આટલા વર્ષો સુધી ક્યારેય કોઇ ફિલ્મ માટે પણ જિમ ન જનારા બચ્ચને તેમની ફિટનેસને સારી બનાવવા માટે જિમ જવાનું શરૂ કર્યું છે. હવે બિગ બી સવારે સૌથી પહેલા જિમ જાય છે અને જો કોઇપણ કારણે તે એકદિવસ પણ જિમ વર્ક આઉટ મિસ કરે છે તો પોતાની પર ગુસ્સો આવવા લાગે છે.


તેમની ફિલ્મો ભલે અમિતાભ બચ્ચનને ઘણી વખત સિગારેટ પીતા જોયા હોય પરંતુ ખરેખરમાં તે ક્યારેય સ્મોકિંગ કરતા નથી. એટલું જ નહીં બિગ બી આલ્કોહોલિક ડ્રિંક્સ સિવાય ચા-કોફીના સેવનથી પણ દૂર રહે છે. આ વાત તો આપણ દરેક લોકો જાણીએ છીએ કે સિગારેટ અને આલ્કોહોલ આપણા મગજ, હૃદય અને લિવર અને ઘણા અંગો પર નકારાત્મક અસર કરે છે.

અમિતાભ બચ્ચન પહેલા નોનવેજ ખાતા હતા પરંતુ હવે ગત કેટલાક વર્ષથી તે પૂર્ણ રીતે શાકાહારી બની ચૂક્યા છે. પોતાના સારા સ્વાસ્થ્ય માટે જ તેમણે માંસાહારનું સેવન બંધ કરી દીધુ છે. હેલ્ધી રહેવા માટે બિગ બી બેલેન્સ્ડ ડાયેટનું સેવન કરે છે. બાફેલા શાકભાજી તેમને ખૂબ પસંદ છે.


તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન કોઇપણ રીતે ભારતીય મિઠાઇ, કેક, પેસ્ટ્રી જેવી વસ્તુઓનું સેવન કરતા નથી. જોકે, તે રોજ એક ચમચી મધનું સેવન જરૂર કરે છે. જેનાથી તે ફિટ રહે.

ફિટ હોવા અંગે અમિતાભે જણાવ્યું કે રોજ સવારે જલદી ઉઠવું જોઇએ, પોતાના કામ જાતે જ કરવા જોઇએ. આપણાને ગમે તે કરવું જોઇએ, ભૂલથી ડરવું ન જોઇએ પરંતુ શીખવું જોઇએ, સફળતાનો કોઇ શોર્ટ કટ નથી સફળતા ધીમે-ધીમે મળે છે.

Post a comment

0 Comments