જાણો, 18/10/2019 ને શુક્રવાર ના રાશિફળ વિશે


મેષ

આજનો દિવસ આત્મનિર્ભરતાનો દિવસ છે. ધ્યાનમાં રાખજો કે આજે આપ પોતાના બધાજ મહત્વપૂર્ણ કામ મતેજ પુરા કરો. જો આજે આપ પોતાનું કામ બીજા પર છોડી દેશો તો નિરાશજ હાથ લાગશે અને જો આપે કોઈ બીજા પાસેથી કામ કરાવવું પડે તો છેલ્લે એને એક વાર ધ્યાનપૂર્વક જોઈ જરૂર લ્યો. જેવી પાછળથી કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

વૃષભ

આજે આપ પોતાની દિનચર્યાને નવી દિશા આપશો. પોતાની હંમેશા કામ કરવાની ટેવ છોડો અને પોતાના દોસ્તોની સાથે ક્યાંય ફરવા જાઓ. પોતાના જૂના વિચારોને છોડીને નવા વિચારોને પાતાના જીવનનો ભાગ બનાવો. આજે પોતાને નવું જીવન દેવાનો દિવસ છે. નવા વિચારોથી જીવનમાં આવેલા પરિવર્તનને જોઈને આપ પોતેજ ખૂબ ખુશ થશો.

મિથુન

આજે આપ આપનું વલણ કોઈ નવા કામ તરફ હશે. આ રૂચિ શતરંજ રમવાથી લઈને આકાંક્ષામાં ઉડવા સુધી કંઈ પણ હોઈ શકે છે. આ સમય પોતાની દિનચર્યામાં પરિવર્તન લાવવા અને કંઈક આનંદ ઉઠાવવાનો છે. આજે આપનું મન જે પણ કરવાનું કરે એ કામ જરૂર કરો. એને કરવાથી આપને કોઈ પ્રસ્તાવો નહીં થાય.

કર્ક

પોતાની જીંદગીની બાબતમાં આપ કંઈક નિયમસર થઈ જશો. જ્યાંસુધી એ વાતનો સવાલ છે કે આપને જીંદગીમાં શું જોઈએ છે. ત્યારે આપ કોઈક વખત મુંઝવણમાં આવી જાવ છો. પરંતુ આજે આપ પોતાના લક્ષ્‍યો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રાકશો. સારૂ થશે કે આપ પોતાની જીંદગીના દરેક પાસા પર ધ્યાન દો અને કોઈપણ તક્ને ણાપમાંથી સરી જવા ન દેશો.

સિંહ

આજે આપ એવું કાંઈક કરશો જેથી આપ આપની આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. આજે આપની યોગ્યતાઓ એની ચરમ સીમા પર છે. અને દરેક ક્ષેત્રમાં આપનો દેખાવ વખાણવા લાયક રહેશે. પરંતુ આ વાતનું મનમાં અભિમાન થવા ન દેશો નહિતર આપના દોસ્ત જ આપની વિરૂદ્ધ થઈ જશે.

કન્યા

આજે આપને આશ્ચર્ય થશે કે આપે એ સમસ્યાને ઉકેલી લીધી જેને કોઈ પણ ઉકેલી શકતું ન હતું. એ સમસ્યા એ પણ હોઈ શકે છે જે આપના ઓળખિતા લોકો વચ્ચે ચાલી રહી હતી. પોતાની આ કામ કરવા બદલ સરાહો અને પોતાના દોસ્તોની સાથે ખૂબ મૌજ મસ્તી કરો.

તુલા

આજે આપ જે કંઈ નિર્ણય લો એ સમજી વિચારીને લેજો કારણ કે પછીથી ઉતાવળમાં લીધેલ નિર્ણય બદલ આપે પસ્તાવું ન પડે. પોતાનો માર્ગ ઉતાવળમાં ના પસંદ ન કરશો નહિતર આપને લાગશે કે આપે ખોટો નિર્ણય લીધો છે. સમજી વિચારીને લીધેલ નિર્ણય આખરે આપને ખુશી આપશે.

વૃશ્ચિક

આજે આપ પોતાના નિર્ણયો પર દૃઢ રહેજો અને બીજાના વિચારોથી પ્રભાવિત ન થશો. સારૂં તો એજ છે કે આપ પોતાના વિચારોને સાંભળો. કોઈ પણ વ્યક્તિને પોતાની ઉપર એના વિચાર લાદવા ન દેશો. આજે આપના અંતરઆત્માની અવાજ આપનો સાચો સાથીદાર નીવડશે.

ધનુ

જો આપ વિચારો છો કે આપ કોઈક જગ્યા પરા સારી રીતે જમી ગયા છો તો ફરી એક વાર વિચારી લેજો. કદાચ આજે આપનું ઘર બદલવાની જરૂર પડે. આપ કદાચ પોતેજ ઘર બદલવાનું ચાહશો. પરંતુ જો આપે ઈચ્છા વગર પણ ઘર બદલવું પડે તો પણ નિરાશ ન થશો. આ ફેરફાર પણ આપના માટે શુભજ નીવડશો.

મકર

ધ્યાનમાં રાખજો કોઈ મહત્વપૂર્ણ કામને માટે અન્ય કોઈ પર આશ્રિત ન રહેશો આ કામ પોતે જાતેજ કરે નહિતર પરિણામ કંઈક નિરાશાજનક હોઈ શકે છે. આજે આપ કોઈ સરકારી અધિકારીને મળી શકો ચો જે આપના સરકારથી સંબંધિત કામ કરવામાં મદદ કરશે.

કુંભ

આજે આત્મનિર્ભરતાને પોતાનો મૂળમંત્ર બનાવજો. વાન ભલે ઘરની હોય કે દોસ્તીની, જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો છે તો એ નિર્ણય જો આપ પોતેજ લો તો સારૂં રહેશે. એટલે આપ પોતાની નિર્ણય ક્ષમતા પર ધ્યાન આપો અને પોતાના મનની વાત જરૂર સાંભળશો. આપ જેટલું પોતાને સમજો છો આપ એથી કેટલીય વધારે યોગ્યતા ધરાવો છો.

મીન

આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.

Post a comment

0 Comments