પકોડી વેંચી, ભૂખ્યો ટેન્ટમાં રહ્યો, હવે 17 વર્ષની ઉંમરમાં ધમાકેદાર આ બેટ્સમેને મચાવી ધમાલ


ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ(Yashasvi Jaiswal)ની પહેલી સદી અને આદિત્ય તારેની સાથે પહેલી વિકેટ માટે 152 રનની ભાગીદારીના દમ પર મુંબઇએ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)ના ગ્રુપ એ ની મેચમાં ગોવાને 130 રનથી હરાવ્યા.

મુંબઇએ 50 ઓવરમાં ચાર વિકેટ પર 362 રનનો મોટો સ્કોર બનાવ્યા બાદ ગોવાની ઇનિંગ્સને 48.1 ઓવરમાં 232 રન પર સમેટી દીધા. 17 વર્ષના જયસવાલનું લિસ્ટ એ ક્રિકેટમાં આ માત્ર બીજી મેચ છે. તેણે 123 બોલની ઇનિંગ્સમાં 6 ચોકા અને પાંચ સિક્સર મારી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને શિવમ દૂબેની છેલ્લી ઓવરમાં તેજ ઇનિંગ્સથી મુંબઇની ટીમે મોટો સ્કોર કર્યો. ગોવા માટે સ્નેહલ કૌથાંકરજ અડધી સદી ઇનિંગ્સ રમી શક્યોય.


જયસવાલ-તારેએ કર્યા 150 રન

પહેલા બેટિંગ કરવા આવેલા મુંબઇના બેટ્સમેને ગોવાના બોલરની જોરદાર ખબર લીધી. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને આદિત્ય તારેએ પહેલી વિકેટ માટે 152 રન કર્યા બન્નેએ આ ભાગીદારી 29 ઓવરમાં કરી. તારેના આઉટ થવાથી આ જોડી તૂટી ગઇ, પરંતુ તે બાદ મુંબઇની સ્કોરિંગ સ્પીડ વધી ગઇ. સિદ્ધેશ લાડે 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા. બીજી વિકેટ માટે લાડ અને જયસ્વાલે 72 રન કર્યા.


દૂબે-યાદવે છેલ્લી 4 ઓવરમાં કર્યા 52 રન

કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ક્રીજ પર ન આવતા ધમાકેદાર બેટિંગ શરૂ કરી. તેણે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 47 રન કર્યા. તે 47મી ઓવરની બીજા બોલ પર આઉટ થયો તે બાદ 22 બોલ પર સૂર્ય કુમાર યાદવ અને શિવબ દૂબેએ મળીને 52 રન કર્યા. યાદવે 3 અને દુબેએ 4 સિક્સ મારી.


ઘર છોડીને મુંબઇ ગયો યશસ્વી

મુંબઇને જીત અપાવનારા યશસ્વીની કહાની ખૂબ સંઘર્ષોથી ભરેલી છે. તે ઓછી ઉંમરમાં જ ક્રિકેટનું સપનું લઇને યુપીથી મુંબઇ ગયો હતો તેના પિતા માટે પરિવારનું પાલન પોષણ કરવું મુશ્કેલ થઇ રહ્યું હતું. મુંબઇમાં કાકાના ઘરે રહેવા માટે વધારે જગ્યા ન હતી તો તે મુસ્લિમ યુનાઇટેડ ક્લબથી જોડાઇ ગયો, તેના એક ટેન્ટમાં તે રહેતા હતા. તે 3 વર્ષ સુધી ટેન્ટમાં રહ્યો.


પકોડી વેચી, ભૂખ્યો રહ્યો અને પછી…

તેના પિતા ઘણી વખત પૈસા મોકલતા હતા પણ તે ઓછા પડતા હતા. રામ લીલા સમયના આઝાદ મેદાન પર યશસ્વીએ પકોડી પણ વેંચી. પરંતુ તે છત્તા તેને ઘણી રાત ભૂખ્યા સૂઇ જવું પડતું હતું. આ દરમિયાન તેની મુલાકાત એક સ્થાનિક કોચ જ્વાલા સિંહથી થઇ. તેમને મળ્યા બાદ યશસ્વીની જીંદગીમાં મોટો બદલાવ આવ્યો તે ક્રિકેટની કામયાબીની સીડી ચઢતો ગયો અને ઇન્ડિયા અંડર 19 ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.

Post a comment

0 Comments