રવિન્દ્ર જાડેજાએ જે કમાલ કરી તે 142 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં કોઈ પણ દિગ્ગજ ના કરી શક્યું


રવિન્દ્ર જાડેજા ટીમ ઇન્ડિયાની અંદર-બહાર થયો હોય છે. પરંતુ જ્યારે પણ તે મેદાન પર આવે છે તો ક્યારેક બેટથી તો ક્યારેક બોલથી શાનદાર પ્રદર્શન કરી લોકોના દિલ જીતી લે છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ખાતે રમાઇ રહેલા પહેલા મેચના ત્રીજા દિવસે પણ રવિન્દ્ર જાડેજાએ એવું જ કંઇક કરીને બતાવ્યું છે. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ અન્ય લેફ્ટ આર્મ સ્પિનર કરી શક્યો નથી.


આમ તો મૂળ જામનગરના આ ખેલાડીને ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડે છે પરંતુ દર વખતે તેને તેના પ્રદર્શનથી ટીકાકારોની બોલતી બંધ કરી છે. ત્રીજા દિવસે ભલે રવીન્દ્રને થોડી મોડેથી સફળતા મળી પરંતુ જ્યારે એ મળી તો એક રેકોર્ડ બની ગયો.


રવીન્દ્ર જાડેજાએ એવી સિદ્ધિ મેળવી જે ટેસ્ટ ક્રિકેટમાં આજ સુધી કોઈ પણ લેફ્ટ આર્મ સ્પિનરને નથી મળી. આફ્રિકી બેટ્સમેન ડીન એલ્ગર જે શાનદાર ફોર્મમાં બેટિંગ કરી રહ્યો હતો તેને ચેતેશ્વર પુજારાના હાથે કેચ અપાવી આઉટ કર્યો હતો અને આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી હતી.


ટેસ્ટ ફોર્મેટમાં સૌથી ઝડપી 200 વિકેટ:

ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરા કરવા માટે રવીન્દ્ર જાડેજાએ 44 મેચ રમ્યા જ્યારે શ્રીલંકાના રંગાના હેરાથે 47 મેચ રમ્યા. ત્યાર બાદ નંબર આવે છે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ જોનસનનો જેને 49 મેચ રમી 200 વિકેટ ઝડપ્યા. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટોર્કે 50 મેચ અને ભારત અને પાકિસ્તાનના અનુક્રમે બિશન સિંહ બેદ અને વસીમ અકરમે 51 મેચ રમી આ સિદ્ધિ મેળવી હતી.

Post a comment

0 Comments