જાણો, 14/10/2019 ને સોમવાર ના રાશિફળ વિશે


મેષ

જો આપને લાગે કે કેટલીક વાતોની બાબતમાં આપના પરિવારના લોકો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો આજ આપ એને ખત્મ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. કોઈ પણ ખોટી ધારણ વગર આ મુદ્દો સ્હેલાઈથી ઉકેલી શકાય છે. આપને ફક્ત વાતચીત કરતી વેળાએ ધ્યાન રાખવું જોઈશે. જોનજોતામાંજ બધોજ અણબનાવ ખત્મ થઈ જશે.

વૃષભ

આપના પરિવારનો કોઈ સદસ્ય અથવા કોઈ મિત્ર આપને નિરાશ પણ કરી શકે છે અને આપની સાથે કોઈ પરેશાની પણ ઉભી કરી શકે છે. ક્રોધમાં આવીને કદાચ આપ એમને ધમકાવવા ચાહશો પરંતુ સારૂં એજ છે કે આપ એમને પ્રેમથી સમજાવશો. એમને સજી આપવા કરતાં પ્રેમથી સમજાવવુંજ ઠીક થશે. તોજ તેમને એમની ભૂલનો ખ્યાસ આવશે.

મિથુન

આજે આપ અને આપના દોસ્ત વરચેના મધુર સંબંધ આપને ખુશી આપશે. કોઈ ગેરસમજણને ઉકેલવાથી આપના પ્રયાસ સફળ થશે. આ સમયે પોતાની જુની યાદો તાજી કરીને એની મઝા લેવાનો છે.

કર્ક

જો આજે આપને મદદની જરૂર પડી તો આપના મિત્ર અને સંબંધીઓ પીછે હટ નહીં કરે. આજે પોતાનાઓના સહયોગથી પોતાની સમસ્યા સહેલાઈથી ઉકેલી લેશો. આ સમય એમને એ બતાવવાનો છે કે એમનો સહયોગ આપને માટે કેટલો મહત્વપૂર્ણ છે. પોતાના પ્યાર જતાવવામાં સ્હેજ પણ સંકોચ ન કરશો.

સિંહ

કોઈ પ્રિયજનની સાથે આપનાં સંબંધોમાં ખટાસ આવી શકે છે. આપ જલ્દીથી વાતોને ઉકેલવા ચાહો છો. પરંતુ આપના સંતોષ મુજબ એવું થઈ નથી રહ્યું. કદાચ એમાં થોડોક વધુ સમય લાગશે. એને થોડો વધુ સમય આપજો પરંતુ વાતચીત પણ ચાલુ રાખજો પૂરી સમજદારીથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

કન્યા

આજે આપનો કોઈ પોતાનોજ આપને આશ્ચર્યમાં નાંખી શકે છે. મુદ્દો આપના સંબંધિત પણ હોઈ શકે છે અને ન પણ હોય. પરંતુ હર પરિસ્થિતિમાં આપે શાંત જ રહેવાનું છે અને પોતાના પ્રિયજનોને મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એમને કદાચ આપની પાસેથી વધુ માર્ગદર્શનની જરૂર છે. આપની ફરજ છે કે આપ એમને સાચો રસ્તો બતાવજો.

તુલા

આજે આપને આપના કોઈ નજીકના મિત્રથી કોઈ ભેંટ મળી શકે છે. એ એવી વસ્તુ પણ હોઈ શકે છે જેને આપ ઘણાં સમયથી ખરીદવા ઈચ્છતા હતા. આ ભેટને માટે પોતાના મિત્રને ધન્યવાદ કહેજો. અને આ પણ એને એવું જ કંઈક આપવાતું વિચારી શકો છો. એથી આપની દોસ્તી વધુ મજબુત થશે.

વૃશ્ચિક

આજે આપને આપની જુની દોસ્તી જ ફરી તાજી થશે પણ આ માટે પહેલું પગલું આપે જ લેવું પડશે. આપના આ રિસાઈ ગયેલા મિત્રને સંદેશ પહોંચાડવામાં આપનું દિલ અને દિમાગ પુરેપુરો સાથ આપશે. દોસ્તીમાં સુધારો થવાથી આપને ખુશી થશે અને પરસ્પરનો પ્રેમ પણ વધશે.

ધનુ

આજે આપ પોતાના દોસ્તોની સાથે મઝા કરશો. આ જનો દિવસ ખૂબ મૌજ મસ્તીનો છે. સમયની સાથે સાથે આપનો આ સંબંધ વધુ મજબુત થશે. આજના દિવસની યાદો હંમેશા આપની સાથે રહેશે. હરેક સુખ દુખમાં આપ લોકોએ એક બીજાને સાથ આપ્યા છે. આજે આપની સફળતા ઉજવવાને સમય છે.

મકર

નજીકના મિત્ર આજે આપની મદદે આવશે અને આપને ખુશ પણ રાખશે. પોતાના સંબંધોને મજબુત બનાવવાને માટે તમોએ ખૂબ જ મહેનત કરી છે અને આપની મહેનત ફળી પણ છે. આ દિવસો ખૂબજ મોજ મસ્તી કરવાના છે. કારણકે આપનો મિત્ર આપની સાથે છે.

કુંભ

આજે નવી દોસ્તીનો પાયો નાંખવાનો દિવસ છે. આજે નવા વ્યાવસાયિક અને સામાજીક સંબંધ બનવાના જોરદાર સંકેત છે. કોઈ સામાજીક સમારોહમાં આપ નવા લોકોને મળશો જેથી અનેક નવા સંબંધો સ્થપાશે. આજે આપે પોતાના ફોન નંબર અથવા ઈ-મેઈલ આઈડી બદલવામાં જરાપણ સંકોચ ન કરવો જોઈએ.

મીન

આજનો દિવસ દોસ્તોની સાથે મોજમસ્તી કરવાને ખૂબજ સારો છે. પોતાની તમામ મુંઝવણોને ભૂલી જઈને આનંદ કરો. આજે આપ પોતાના બધાજ વિચારો ખુલીને વ્યક્ત કરી શકો છો. સારૂ થશે કે આ તક્નો લાભ ઉઠાવીને પોતાને સ્ફૂર્તિમાં લઈ આવો.

Post a comment

0 Comments