14 દિવસમાંથી 6 દિવસ બંધ રહેશે બેન્ક, સમય પહેલાં નિપટાવી લેજો કામ


હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં માત્ર 14 દિવસ જ બચ્યા છે. પણ આ દરમિયાન એવાં કેટલાય દિવસો છે, જ્યારે દેશનાં અલગ-અલગ ભાગોમાં બેંક બંધ રહેશે. તેવામાં એ જરૂરી છે કે, સમય રહેતાં તમે બેંકિંગ સાથે જોડાયેલાં કામ નિપટાવી લો.

31 ઓક્ટોબર પહેલાં અલગ-અલગ કારણોને કારણે દેશની મોટાભાગની બેંક બંધ રહેશે. ન્યુઝ એજન્સીની જણાવ્યા પ્રમાણે 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે બેંક યુનિયને હડતાળની ઘોષણા કરી છે.


અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી પરિસંઘ તરફથી બોલાવામાં આવેલી આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે. જો આ હડતાળ થશે તો 22 ઓક્ટોબરે બેંક બંધ રહેશે.


થોડા દિવસો પહેલાં સરકારે 10 બેંકોનાં વિલયનું એલાન કર્યું હતું. આ વિલય બાદ 4 નવી બેંક અસ્તિત્વમાં આવશે. જે આંધ્રા બેંક, ઈલાહાબાદ બેંક, સિંડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનું અસ્તિત્વ નહીં રહે.


22 ઓક્ટોબર પહેલાં 20 ઓક્ટોબર રવિવાર હોવાને કારણે બેંકોમાં રજા હશે. તો આ જ રીતે 26 ઓક્ટોબરે શનિવારને કારણે પણ બેંક બંધ રહેશે. કહેવાનો મતલબ છે કે, 27 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં 3 દિવસ બેંક બંધ રહેશે.


તો 27 ઓક્ટોબરે દિવાળી છે અને રવિવાર છે. ત્યારે પણ બેંક બંધ જ રહેશે. દિવાળી બાદ 28 ઓક્ટોબરે દેશનાં અલગ અલગ ભાગોમાં બેંક નહીં ખૂલે. આ ઉપરાંત 29 ઓક્ટોબરે ભાઈબીજના દિવસે પણ બેંક બંધ રહેશે.

Post a comment

0 Comments