જાણો, 13/10/2019 ને રવિવાર ના રાશિફળ વિશે


મેષ

આજનો દિન આપતા પરિવારને માટે ખૂબજ સારો રહેશે કારણકે આપ એમની સાથે થોડોક સમય પસાર કરશો. આ સમયે પરિવારમાં એકતાના પ્રબળ સંકેત છે. કદાચ આપ ક્યાંક બહાર ફરવા અથવા ફિલ્મ જોવા જઈ શકો છો. ગમે તે હોય આપનો હેતુ પોતાનાઓની સાથે થોડોક સમય વિતાવવાનો છે. આજે આપ પોતાના બાળકોને પણ શીખવાડજાં કે જીવનમાં પારિવારિક એકતાનું કેટલું મહત્વ છે.

વૃષભ

આજે આપ જાણી શકશો આપનું કુટુંબ, દોસ્ત અને સાથીઓ કેટલા સારા છે. જેઓ આપની મદદ માટે હંમેશા તૈયાર જ છે. આજે તેઓ આપના જીવનમાં ખૂબજ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જ્યારે પણ આપને એમની મદદની જરૂર પડશે તેઓ આપની સાથે જ હશે. આપ એમનો આભાર માનવાનું ન ભૂલશો. આપે એમને જાણાવવાનું જોઈએ કે આપ એમને કેટલા પ્રેમ કરો છો.

મિથુન

આજે આપ પોતાને કોઈ પારિવારિક સમારોહમાં વ્યસ્ત રાખશો. આ સમારોહનું આયોજન કરવામાં પણ આપને ખૂબ મઝા પડશે. આ સમારોહ આપના અને આપના પરિવારજનોના જીવનમાં ઘણી બધી ખુશીઓ લઈને આવશે. આપ આ સમારોહમાં ખૂબજ વ્યસ્ત રહેશો.

કર્ક

આજે આપને આપના પરિવારના કોઈ સદસ્યે લીથેલો નિર્ણય બરોબર ન લતો. આ નિર્ણયની અસર આપના પર પણ થઈ શકે છે. પરંતુ આપ એવી સ્થિતિમાં નથી કે એને આપ બદલી શકશો. એટલે સારૂં તો એજ છે કે આપ એની કોઈ ફરીયાદ ન કરીને એને એમને એમ સ્વીકારી લેજો. ધ્યાન રાખજો કે કેટલીક લડાઈઓ વગર લડયેજ જીતી શકાય છે.

સિંહ

નાની નાની વાતો પર આજે આપની અને પરિવારજનોથી અણબનાવ થઈ શકે છે. આજે કદાચ આપ પોતાને એકલોજ અનુભવ કરશો. આજે આપને જાણશે કે આપની રૂચિ અને પરિવારજનોની રૂચિઓ સાવ જુદીજ છે. આપના ઘરના વડીલોને આપની પસંદ કંઈક વિચિત્ર લાગી શકે છે. આજે ધીરજ રાખવાનો દિવસ ભલે ગમે તે થાય આપે એ વાતની પ્રશંશા કરવી જોઈએ કે આપના પરિવારજન આટલી ભિન્નતા હોવા છતાં એક બીજાને પ્યાર કરે છે.

કન્યા

આજે આપ પોતાના પરિવાર અને દોસ્તોઓ આપને કરેલી મદદ બદલ આભાર કરશો. આપ એમને બતાવશો કે આપ એમણે આપને આવેલી મદદના કેટલા બખાણ કરો છો તથા એ વાતનો વિશ્વાસ પણ આપશો કે આપ પણ એમની મદદ કરવા તૈયાર છો. આપના પરિવાર સિવાય પણ જો કોઈર્નય જો આપની મદદની જરૂર છે તો એની મદદ કરવાથી પાછળ ન હટશો.

તુલા

આજે આપે ઘરનાં બડીલો સાથે થોડોક સમય વતાવવો જોઈએ. તેઓ આપને કંઈક કહે કે ન કહે પણ તેઓ પણ આપનો સાથે ચાહે છે. એમની તબીયત વિષે પૂછો અને જાણવાનો પ્રયત્ન કરો કે એમને કોઈ ડૉક્ટરી તપાસની જરૂરતો નથી ને? ઘરના આ પ્યારા સભ્યોની સાથે સમય પસાર કરવાથી આપને ઘણું સારૂં લાગશે.

વૃશ્ચિક

આપ અને આપના પરિવાર વચ્ચે મામલાં તનાવપૂર્ણ છે. જો આપ લોકો વચ્ચે કોઈ ઝઘડાપણ ચાલી રહ્યા છે અને એ વાતચીત ઉકેલી શકાતાંનથી તો આપે આપના પરિવારજનોને વધુ વખત આપવો જોઈએ. આખરે આપણે બધાજ માણસજ છીએ. ઘણી વાર આળણા વિચારોનો બીજાઓની સાથે મેળ નથી બેસતો એટલે સારૂં નો એજ છે કે આવી પરિસ્થિતિમાં થોડીક નમ્રતાથી કામ લ્યો.

ધનુ

આજે આપને લાગશે કે હર દિન આપના ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થાય છે. પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ વધી રહ્યા છે. આજે આપના પ્રિયજનનો મૂડ ખરાબ પણ થઈ શકે છે. સારૂ તો એજ થશે કે આપ કોઈ નક્કામી ચર્ચામાં ન પડશો. ધીરજ અને નમ્રતાથી કામ લેજો.

મકર

આજે આપ કોઈ સારા સમાચાર સાંભળવા તૈયાર રહેજો. આજે આપને આપની કોઈ પોતાની વ્યક્તિ પાસેથી સારી ખબર સાંભળવા મળી શકે છે. આજે આપ આખો દિવસ સારા મૂડમાં રહેશો. આ સમયનો ઉપયોગ પોતાનાઓની સાથે મઝા કરવામાં કરજો.

કુંભ

આજકાલ પોતાનાઓની સાથેના સંબંધો મધૂર નથી. આપ કદાચ દુઃખી પણ હો અને કદાચ આપને ગુસ્સો પણ આવતો હોય. યાદ રાખજો કે આપ ઢંડા મગજથી પરિસ્થિતિને સંભાળી શકશો. બની શકે છે કે એમની ભૂલો વધુ હોય પણ એક સમજુ માણસ હોવાને કારણે આપને આપ જીભને કાબુમાં રાખવી જોઈશે. સૌથી શ્રેષ્ઠ રસ્તો તો આજ છે. આપ વાતચીતથીજ ઉકેલ લાવવાનો પ્રયાસ કરજો.

મીન

જો આપને એવું લાગે છે કે આપના પરિવારના સભ્યો વચ્ચે કંઈક બેંચતાણ ચાલી રહી છે તો આપે એ સમસ્યાઓને જડમૂળથી ઉખાડી નાંખવાની કોશીશ કરવી જોઈએ. સંબંધો વચ્ચે કોઈ નિરાડ પડવા ન દેશો. આજે આપ પુરો પ્રયાસ કરો કે બધાજ પરિવારજનો એક બીજા સાથે પ્રેમથી રહે અને એક બીજા પર ભરોસો રાખે.

Post a comment

0 Comments