ધોરણ 10 પાસ છો તો આ સરકારી વિભાગમાં છે 20 હજારના પગાર સાથેની નોકરીની તક


પોસ્ટ વિભાગ સરકારી નોકરી માટે સારી તક આપી રહી છે. ભારતીય પોસ્ટ વિભાગમાં દસમી પાસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ-10 પાસ માટે ઈન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ કાર ડ્રાઇવરનાં પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવાર પોસ્ટ દ્વારા 13મી નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. કુલ 10 પદો માટે ભરતી કાઢવામાં આવી છે.

પદ : સ્ટાફ ડ્રાઇવર


કુલ જગ્યા : 10 (જનરલ કેટેગરી માટે 5 છે)

યોગ્યતા : ધોરણ-10 પાસ હોવી જરૂરી

અન્ય જરૂરી બાબત : વ્યક્તિ પાસે હળવા અને ભારે વાહન ચલાવવાનું પ્રમાણિત લાઇસન્સ હોવું જોઇએ. આ સિવાય મોટર મિકેનિઝમની માહિતી હોવાની સાથે ઓછામાં-ઓછો 3 વર્ષનો અનુભવ હોવો ઈચ્છનીય છે.

વય મર્યાદા : વ્યક્તિની ઓછામાં ઓછી ઉંમર 18 જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઇએ. એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ જ્યારે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.


પગાર ધોરણ : 19,900 પગાર આપવામાં આવશે.

અરજી અંગેની વિગત : આ સિવાય અરજી કરવા માટે 100 રૂપિયા આપવાના રહેશે. અરજીન્ની ચૂકવણી ઈન્ડીયન પોસ્ટલ ઓર્ડર દ્વારા કરવાની રહેશે.


અરજી કરવાની છેલ્લી તારીખ : 13મી નવેમ્બર-2019 પસંદગી પ્રક્રિયા : યોગ્ય ઉમેદવારોની પસંદગી તેનાં શૈક્ષણિક કાગળિયાં સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટમાં પ્રદર્ષનના આધારે કરવામાં આવશે.

Post a comment

0 Comments