જાણો, 07/10/2019 ને સોમવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપને માટે મૂળમંત્ર છે - વિશ્વાસ. આપે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપ પોતાના પ્રિયજનો - જેઓ આપને પ્યાર કરે છે પણ વિશ્વાસ કરવામાં સંકોચ કેમ કરે છે? બલ્કે આપે પોતાના કુટુંબીજનો અને નજીકના દોસ્તો પર પુરો ભરોસો કરવો જોઈએ. પોતાના સંબંધીઓમાં શકને આવવા ન દેશો.

વૃષભ

આજે આપને એ જાણીને ખૂબજ ખરાબ લાગશે કે જેમને આપ પોતાના દોસ્ત સમજતા હતા તેઓજ પીઠ પાછળ આપની બુરાઈ કરે છે. આ સાંભળીને આપ ઉનાવળા ન થઈ જતા બલ્કે શાંતિ અને ઘીરનથી પરિસ્થિતિને સંભાળવાની કોશીશ કરજો. એ લોકો સાથે વાત કરો અને એ જણવાની કોશીશ કરો કે આપના સંબંધોમાં ખટાશ આવવાનું શું કારણ છે.

મિથુન

આજે કદાચ આપની આસપાસના લોકોથી નિરાશ થાય. એનું કારણ છે - કદાચ આપની એમનાથી વધુ પડતી આશા રાખવી પણ હોઈ શકે છે. સત્ય તો એ છે કે આપણે કોઈથી વધુ આશા રાખવી ન જોઈએ. સત્યને ઓળખો અને બીજાઓને એમની ભૂલો બદલ માફ કરી દો. બીજાઓથી વધુ પડતી આશા રાખવાથી નિરાશા જ મળે છે.

કર્ક

આજ આપે આપનાં વિચારોને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરવાની કોશીશ કરવી જોઈએ. આપ અનુપમ વિચારોથી ભરેલા છો પરંતુ આ વિચાર પોતાનું મહત્વ ખોઈ દેશે જો આપ એને બરોબર વ્યક્ત નહીં કરી શકો. જે બોલો તે ધીરેથી અને સ્પષ્ટતાપૂર્વક બોલો, સાથે એ પણ ધ્યાનમાં રાખ જો કે સાંભળવાવાળી વ્યક્તિ આપને સારી રીતે સમજી રહેલ છે કે નહીં. એવો પ્રયાસ કરજો કે સામેવાળી વ્યક્તિ એવું જ સમજે જે આપ કહેવા ચાહો છો. એથી આપ અંતમા ઘણી બધી પરેશાનીઓથી બચી જશો.

સિંહ

આજે આપ આપની આસપાસના કેટલાક લોકોથી સાવધ રહેવાની જરૂર છે. કારણકે તેઓ આપના પ્રત્યે ઈર્ષા રાખે છો. આપના વિચાર ભલે એમના માટે ઠીક ન પણ હોય તો પણ એમના મનમાં આપના પ્રત્યે ગલત ભાવના ઉત્પન્ન થવા ન દેશો. આપ બસ પોતાના કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. આમ કરવાથી બધુંજ ઠીક રહેશો.

કન્યા

આજે આપ એવા લોકોથી દૂર રહો જે આપની જીંદગીમાં નકારાત્મકતા લાવવાની કોશીશ કરી રહ્યા છે. આ ઘણાં ભાગે સકારાત્મક વ્યક્તિ છો. પરંતુ આપને એ વાતનો અંદાજ નથી કે નકારાત્મકતા કેટલી હદસુધી આપના પર હાવી થઈ રહેલ છે. પ્રયત્ન કરો કે આપ આપની સકારાત્મકતાને ખત્મ થવા ન દેશો.

તુલા

આજે આપે પોતાની સમજણ અને ચતુરાઈને પરખવી પડશે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને ઉલ્લંઘીને આપની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આપે શાંત રહેતા એમને રોકવાનો પ્રયાસ કરવો પડશે. શાંતિપૂર્વક તે લોકોને પોતાનો સંદેશ પહોંચાડી દયો.

વૃશ્ચિક

કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કદાચ આપને ખોટા સમજી લે. સાવધ રણે અને ખરી રીતે પોતાની વાત એમને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે વ્યક્તિ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત રૂપે આપની પ્રિય વ્યક્તિ છે તો આપે પુરો પ્રયત્ન કરીને એમની સાથે કોઈ ઝઘડો ન કરે. ઝઘડાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

ધનુ

બીજા લોકો આપના દયાળુ સભાવનો ગેરલાભ ઉઠાવવાની કોશીશ કરી શકે છે. યાદ રાખજો જીંદગીમાં દરેક વસ્તુ સંતુલિત હોવી આવશ્યક છે. એટલે જરૂરથી વધુ દયા ખાવી પણ ઠીક નથી. આપની દયાનો જો ખોટો લાભ ઉઠાવાશે તો આપનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.

મકર

આજે આપે પોતાની સંપ્રષણ કળાનો ઉપયોગ કરવો જોઈશે. આજે આપ પોતાને એક મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હો એવું લાગશે. જે બીજાઓએ ઉભી કરેલી છે. આપે આપની સમજણનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. સમજી વિચારીને પગલું લઈને પોતાને એમાંથી બહાર લઈ આવો.

કુંભ

ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.

મીન

આજે આપે પોતાના દોસ્તો સાથેના સંબંધોને જોવાની જરૂર છે. કદાચ આપ લોકો વચ્ચે ઈર્ષ્યા ઉભી થઈ રહી છે જે આગળ જઈને નુકસાનકારક નીવડી શકે છે. દોસ્તોથી વાત કરીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કરજો - જો કોઈ ત્રીજી વ્યક્તિ આપ અને આપનાં દોસ્તો વચ્ચે કોઈ તડ પાડવાનો પ્રયત્ન કરી રહેલ છે તો એનીથી દૂર જ રહેશો.

Post a comment

0 Comments