જાણો, 06/10/2019 ને રવિવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપનું સાહસ અને સૌભાગ્ય બંને મળીને આપને સફળતા અપાવશે. આજે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસનો દિન છે. જ્યારે આપના નિર્ણયો બીજાના નિર્ણયોની સરખામણીમાં વધુ અર્થસભર છે. પુરા વિશ્વાસથી આગળ વધો આપનો આવો વિશ્વાસજ આપને લક્ષ્‍ય પ્રાપ્તિમાં મદદ કરશે.

વૃષભ

ઉચ્ચ અધિકારીઓ આપના રસ્તામાં અવરોધ ઉભો કરી શકે છે. પરંતુ આપ પોતાના રસ્તા પર અડગ રહેશો અને આગળ વધવાનું ચાલુ રાખજો. આ વખત જલ્દીથી વીતી જશે અને આપ ખરા સમયે પોતાનું કામ કરાવી લેશો.

મિથુન

આજે આપ પોતાને પરિસ્થિતિઓ મુજબ ઢાળવાનો પ્રયત્ન કરશો. મુશીબતો તો આવતી-થતી રહેશે પરંતુ આપે એ તો જાણી લીધું છે કે રચનાત્મક વિચારો રાખવાથી આપણે પરિસ્થિતિઓનો સારી રીતે મુકાબલો કરી શકીએ છીએ. એટલે આજે એ જાણવાનો પ્રયત્ન કરશો આપ કેવી રીતે પોતાની મુશ્કેલીનો ઉકેલ લાવી શકો છો.

કર્ક

આજે આપ પોતાની મર્યાદાઓથી બહાર આવીને પણ જોખમ ઉઠાવશો. આપ પોતાની જીંદગીમાં ઘણી બધી ચીજોને આગળ વધારવા ચાહશો જેવા કે આપનાં સગાઓ, આપનો વ્યવસાય વિગેરે સાથે આપ રોમાંચભર્યા ખેલ પણ ખેલવા ચાહશો. આજે આપનું મન જે કોઈ કરવાનું કહે એજ કરજો.

સિંહ

આજે આપે ઘણી વધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતા કરતા પોતાના સાહસને ટકાળી રાખવાનું છે. આપ ઘણીવાર બેપરવાહ અથવા ઉત્તેજીત થઈ જાવ છો. પરંતુ આજે આપે સમજદારીથી કામ કરવાનું છે. આપનો દૃઢ નિર્ણય અને ચતુરાઈ આપને આગળ વધવામાં મદદ કરશે.

કન્યા

આજે આપ પોતાની ખરાબ ટેવોને છોડીને સારી ટેવો અપનાવવા ચાહશો. આજે આપ આપના સંબંધો પર પણ એક નજર નાખશો ઓર એને વધુ સારા બનાવવાનું વિયારશો. આજનો દિવસ આત્મમયનનો છે. આજના દેવસે પોતાને સારી રીતે જણવામાં લગાડશો અને પોતાને સફળતાને માટે તૈયાર રાખો.

તુલા

આજે આપના આટકેલા કામોને પુરા કરવાનો પ્રયત્ન કરશો. આજે આપ સારૂં પરિણામ આવે એવા ઉપાયો પર જ ધ્યાન દેશો. આજે આપ પુરા જોરશોરથી પોતાનું કામ શરૂ કરી દેશો. આપની આ ઉજાર્નો ઉપયોગ લાંબા સમયથી આધૂરાં પડેલા કામોને પુરા કરવામાં લગાવો.

વૃશ્ચિક

આજે આપનોજ દિવસ છે કારણકે આજે બધાની નજરો આપના આકર્ષક વ્યક્તિત્વ પર જ રહેશે. આજે આપની યોજનાઓ અને સફળતાઓને માટે આપને ઓળખ મળશે. આજે આપ પોતાના પ્રિયજનો સાથે વખત પસાર કરશો. આ અવસરનો પુરેપુરો લાભ લેશો.

ધનુ

આજે આપને લાગશે કે આપ ખૂબજ ભાગ્યશાળી છે. આપની આસપાસના લોકોને પણ એવુંજ લાગશે. આજે આપ આપના પરિવાર અને કાર્યાલયના લોકોને પણ ભાગ્યશાળી નીવડશો. આ તકનો ફાયદો લેતા બીજાની મદદ પણ કરજો. તેઓ આપના એ માટે વખાણ પણ કરશે.

મકર

આજ જ્યાં આપના વ્યાવસાયિક ઉદ્દેશોનો સવાળ છે આપના ગણે પ્રતિકુળ છે આપને આજ જીવનમાં બધુંજ જોઈએ છે જેમ કે દોસ્ત, પરિવાર, પૈસા, આબરૂ, પ્રતિષ્ઠા અને સફળતા. પોતાના લક્ષ્‍યોને સિદ્ધ કરવા અત્યારથીજ કામે લાગી જાવ. લક્ષ્‍ય પ્રાપ્તિના આ રાહ પર આપની બધી આશાઓ પુરી ન થાય પણ એનો અર્થ એવો નથી કે આપ પરિસ્થિતિઓ આગળ હાર માની જાવ લડતા રહો જ્યાં સુધી આપનું લક્ષ્‍ય મેળવી ન લ્યો.

કુંભ

આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને સમજાવવા ચાહો છો. એથી આપ બહસ અને ગેરસમજણથી બચી શકશો. વળી આપના દોસ્તો, કુટુંબીજનો અને સાથે કામ કરનારા ઓથી આપનાં સંબંધો વધુ ગાઢ બનાવી શકશો.

મીન

આપ જે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છો એજ આપનો ઝઘડો ખત્મ કરાવી શકશે. કોઈ ઘરેલુ ઝઘડો જે આપની અશાંતિનું કારણ હતું, હવે ખત્મ થઈ જશે. બધાના હિતને જોતાં આ ઝઘડો ખત્મ કરવોજ ઠીક રહેશે.

Post a comment

0 Comments