YouTube પર વીડિયો ધીમા ચાલતા હોય તો અપનાવો આ ટ્રિક, દોડવા લાગશે


ઘણા લોકો વીડિયો જોવા માટે યૂટ્યૂબનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક-ક્યારેક નેટવર્ક ખરાબ હોવાથી વીડિયો વચ્ચે જ બફર થવા લાગે છે અને વીડિયો આગળ પ્લે થઈ શકતો નથી. જો તમારે પણ આવી કોઇ સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો, અમે જણાવી રહ્યા છીએ કેટલીક મહત્વની ટિપ્સ, જેને અપનાવવાથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો. આ માટે બે ઉપાય અજમાવી શકાય છે.


પહેલો ઉપાય: યૂટ્યૂબ કેશે ક્લિયર કરો

- સૌથી પહેલાં તમારા ફોન, ટેબલેટ કે ડેસ્કટોપ પર તમે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તેમાં જાઓ.
- મેન્યૂ ઓપ્શનમાં આપેલ ત્રણ લાઇન પર ટેપ કરો.
- ત્યારબાદ ફોન પર હિસ્ટ્રીમાં જઈને ક્લિયર બ્રાઉઝિંગ ડેટા પર ટેપ કરો.
- જો તમે ડેસ્કટોપ પર યૂટ્યૂબનો ઉપયોગ કરતા હોય તો, મોર ટૂલ્સમાં જઈને ક્લ્યર બાઉઝિંગ ડેટા પર ટેપ કરો.
- એન્ડ્રોઇડ, મૈક અને પીસી યૂઝર્સ ડેટા ડીલીટ કરવા માટે ટાઇમ રેન્જ પણ સિલેક્ટ કરી શકે છે. જોકે આઈફોન્સમાં એ ઉપલબ્ધ નથી.
- કૂકીઝ એન્ડ સાઇટ ડેટા અને કેશ્ડ ઇમેજ એન્ડ ફાઇલ્સ ઓપ્શનને સિલેક્ટ કરો.
- ત્યારબાદ ક્લિયર ડેટા પર ક્લિક કરો.


બીજો ઉપાય: આ રીતે બદલો વીડિયોની ક્વૉલિટી

વીડિયો ક્વૉલિટી બદલવા માટે યૂટ્યૂબ વીડિયોમાં જમણી તરફ ઉપર કે નીચે આપેલ ગિયર આઈકન ટેપ કરો.ત્યાં વીડિયો માટે ઓછું રિઝોલ્યૂશન પસંદ કરો. આમ કરવાથી વીડિયો પહેલાંની સરખામણીમાં ઝડપથી ચાલવા લાગશે.ડેસ્કટૉપ માટે આ ફીચર ઉપલબ્ધ નથી.

Post a comment

0 Comments