Xiaomi Mi 9 Pro 5G લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ


Xiomiએ ચીનમાં એક ઈવેન્ટમાં Mi 9 Pro 5G સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Mi 9 Pro 5G ની શરૂઆતી કીમત 36, 867 રૂપિયા છે. તેના ટૉપ વેરિએંટની કીમત આશરે 42857 રૂપિયા છે. અત્યારે આ અત્યાધુનિક ફોનનું વેચાણ ચીનમાં જ થશે.

Mi 9 Pro 5G માં Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપ્યું છે. ગ્રાહકો તેને 8 અને 12 જીબી રેમના વેરીયન્ટ સાથે ખરીદી શકશે. Mi 9 Pro 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 4,000mAhaની બેટરી છે. લોન્ચ દરમિયાન કંપનીએ તેના વાયરલેસ ચાર્જિંગ અંગે પણ મોટા દાવા કર્યા છે. Mi 9 Pro 5G માં Qualcomm Snapdragon 855+ પ્રોસેસર આપ્યું છે. તેનો ડિસ્પ્લે 6.4 ઈંચનો છે અને તેમાં OLED પેનલ યૂજ કરાયુ છે.


શાઓમીએ કહ્યું છે કે Mi 9 Pro 5Gમાં વાયરલેસ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. તેની બેટરી ફક્ત 69 મિનિટમાં પૂર્ણ થઈ જશે. પરંતુ જો તમે વાયર્ડ 40W ચાર્જરથી ચાર્જ કરો છો, તો બેટરી ફક્ત 48 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે. આ સ્માર્ટફોનમાં રિવર્સ ચાર્જિંગની પણ સુવિધા છે.


કંપનીએ Mi 9 Pro 5Gમાં રિવર્સ ચાર્જિંગ માટે QIને સક્ષમ કરી છે. રિવર્સ વાયરલેસ ચાર્જિંગ 10W છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે, જો તમે તેની સરખામણી Huawei P30 સાથે કરો તો તે ઘણો સારો છે, કારણ કે આ વાયરલેસ રિવર્સ ચાર્જિંગ સુવિધા હેઠળ તમે આઇફોનને વધુ ઝડપથી ચાર્જ કરી શકો છો.


Mi 9 Proના કેમેરા વિશે વાત કરવામાં આવે તો તેમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. તે જ રીતે તેમાં Mi 9 જેટલો કેમેરા સેટઅપ પણ અપાયો છે. પ્રાઈમરી રીઅર કેમેરો 48 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અપાયો છે.


Mi 9 Pro 5G ની પ્રારંભિક કિંમત 3699 યુઆન (રૂપિયા 36,867) છે. ટોપ વેરિયન્ટની કિંમત 4299 યુઆન (આશરે 42,857 રૂપિયા) છે. હાલ આ સ્માર્ટફોનનું વેચાણ ચીનમાં થશે.




Post a comment

0 Comments