મારુતિ સુઝુકી કંપની લવિયા છે એક ધમાકેદાર ઓફર બાઇક ખરીદવા પર Swift કાર ઘરે લઇ જવાની સોનેરી તક, જતી ન કરતાં આવી જબરદસ્ત ઑફર, જાણો ઓફર વિષે


દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થવા જઇ રહી છે. વાહન નિર્માતા કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઑફર્સનો સહારો લે છે જેથી વેચાણમાં વધારો થઇ શકે. જેના અંતર્ગત સુઝુકી મોટરસાઇકલ ઇન્ડીયાએ પણ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે એક ખાસ ઑપર રજૂ કરી છે જેમાં ગ્રાહકો એક શાનદાર કાર જીતી શકે છે. ચાલો જાણીએ શું છે આ ખાસ ઑફર…

જીતો સ્વિફ્ટ કાર


હકીકતમાં સુઝુકી મોટરસાઇકલની વેબસાઇટ અનુસાર, કંપનીની બાઇક અથવા સ્કૂટર ખરીદવા પર તમે 22 કેરેટ ગોલ્ડનો સિક્કો (1,3 અને 5 ગ્રામના 22 કેરેટ સોનાના સિક્કા) સુઝુકી એક્સેસ 125, સુઝુકી Intruder કે બંપર ઇનામ સ્વરૂપે એક મારૂતિ સુઝુકી સ્વિફ્ટ (પેટ્રોલ મોડલ) જીતી શકો છો.


નિયમો અને શરતો

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાની આ ઑફર્સ ફક્ત 30 સપ્ટેમ્બર 2019 સુધી માન્ય છે. પરંતુ શરત અનુસાર સુઝુકીની 250cc અથવા તેનાથી નીચેના મોડલ પર આ ઑફર લાગુ છે. કંપની વિજેતાનું સિલેક્શન ડ્રો દ્વારા કરશે. પરંતુ આ ઑફર પોંડીચેરી અને તમિલનાડુ સિવાય સમગ્ર ભારતમાં લાગુ છે. આ ઑફરની વધુ વિગતો માટે તમે મારુતિ સુઝુકી મોટરસિકલ ઇન્ડિયાની વેબસાઇટ વિઝિટ કરી શકો છો.


જણાવી દઇએ કે આજકાલ ઑટો સેક્ટરમાં મંદીનો માહોલ છે. ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહી છે તેથી ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઑફર્સ આપવા માટે કંપનીઓ મજબૂર છે.

Post a comment

0 Comments