શું લેન્ડર વિક્રમ જોડે ફરી સંપર્ક થઈ શકશે? જાણો ISROના અધિકારીએ શું કહ્યું, જાણો


ચંદ્રયાન-2 મિશનથી જોડાયેલ ISRO ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ISRO લેન્ડર વિક્રમ અને તેમાં મોજૂદ પ્રજ્ઞાન રોવરને લગભગ ગુમાવી બેઠા છે. આ પહેલા લેન્ડર જ્યારે ચંદ્રની સપાટીની નજીક જઈ રહ્યું હતું ત્યારે નિર્ધારિત સોફ્ટ લેન્ડિગની અમુક મીનિટ પહેલા જ તેનો પૃથ્વી સ્થિત નિયંત્રણ કેન્દ્ર જોડે સંપર્ક તૂટી ગયો હતો.

ચંદ્રયાન-2 મિશનથી જોડાયેલ એક અધિકારીએ કહ્યું, લેન્ડર જોડે કોઈ સંપર્ક નથી. તે લગભગ સમાપ્ત જ થઈ ગયો છે. કોઈ આશા પણ નથી. લેન્ડર જોડે ફરીવાર સંપર્ક સાધવો ઘણો મુશ્કેલ છે. ચંદ્રયાન-2 મિશન હેઠળ મોકલવામાં આવેલ 1,471 કિલોગ્રામ વજનનું લેન્ડર વિક્રમ ભારતનું પહેલું મિશન હતું જે સ્વદેશી ટેક્નોલોજીની મદદથી ચંદ્ર પર તપાસ કરવા માટે મોકવામાં આવ્યું હતું.


સૌર ઉર્જાથી ચાલનાર રોવર પ્રજ્ઞાનને ઉતરવાના સ્થાનથી 500 મીટરના અંતર સુધી ચંદ્રની સપાટી પર ચાલવા માટે બનાવવામાં આવ્યું હતું. ISRO મુજબ લેન્ડરમાં સપાટી અને તેની બાહરી સપાટી પર પ્રયોગ કરવા માટે ત્રણ ઉપકરણો લગાડવામાં આવ્યા હતા,જ્યારે ચંદ્રની સપાટીને સમજવા માટે પ્રજ્ઞાન રોવરમાં બે ઉપકરણો વગાડવામાં આવ્યા હતા.

ચંદ્રયાન 2 ના લેન્ડર વિક્રમનો ચંદ્ર પર લેન્ડિગ સમયે બરોબર 2.1 કિમી પહેલા ISRO સાથે સંપર્ક તૂટી ગયો હતો. લેન્ડરનું નામ ISRO નાં જનક ડૉ. વિક્રમ સારાભાઈ પરથી આપવામાં આવ્યું હતું. જેને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું.

ચંદ્રયાન 2 અવકાશ યાનમાં ત્રણ ભાગ છે. ઓર્બિટર(2,379 કિલોગ્રામ, 8 પેલોડ), વિક્રમ(1,471 કિલોગ્રામ,4 પેલોડ) અને પ્રજ્ઞાન(27 કિલોગ્રામ,2 પેલોડ)


ISRO અધ્યક્ષ સિવન રડવા લાગ્યા અને PM મોદીએ ગળે લગાડી શાંત કર્યા

ચંદ્રયાન-2 નાં લેન્ડર વિક્રમનો ગઈકાલે રાત્રે ચંદ્ર પર ઉતરતા સમયે જમીની સ્ટેશન સાથેનો સંપર્ક ટૂટી ગયો હતો. ત્યાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે દેશને સંબોધિત કરવા માટે ISRO સેન્ટર પહોંચ્યા. ત્યાં તેમણે વૌજ્ઞાનિકોને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું તે અને દેશ તેમની સાથે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બેંગલોરના સ્પેસ સેન્ટરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેઓ ISRO અધ્યક્ષ સિવનને ભેટી રહ્યા હતા તે દરમ્યાન તેઓ ભાવુક બની ગયા. PM મોદીએ ISRO અધ્યક્ષ સિવનને ઘણાં સમય સુધી ભેટી રાખ્યા અને તેમને પ્રોત્સાહન આપ્યું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું, તમે એ લોકો છો જેઓ માં ભારતી માટે અને તેમના જય માટે જીત્યા છો. તમે એ લોકો છો જેઓ માં ભારતીના જય માટે ઝઝૂમી રહ્યા. તમે એ લોકો છો જેઓ માં ભારતી માટે જુસ્સો રાખે છે. અને માં ભારતીનું શિર્ષ ઊંચું રહે તે માટે તમે આખી જિંદગી કાઢી નાખો છો.

તેમણે આગળ કહ્યું, સાથીઓ ગઈકાલ રાત્રે હું તમારા મનને સમજી ગયો હતો. તમારી આંખો ઘણું કહી ગઈ. તમારા ચહેરાની ઉદાસી હું જોઈ શક્તો હતો. એટલા માટે હું વધારે સમય તમારી જોડે ન રોકાયો. ઘણી રાતોથી તમે ઊંઘ્યા નથી છતાં મારુ મન કરતું હતું એકવાર સવારે ફરી તમને મળું અને તમારી જોડે વાત કરું. આ મિશન સાથે જોડાયેલ દરેક વ્યક્તિની અવસ્થા જુદી છે. ઘણાં સવાલ હતા અને મોટી સફળતાની સાતે આગળ વધવાનું હતું અને અચાનક દેખાવાનું બંધ થઈ જાય છે. હું પણ તે પળને તમારી જોડે જીવ્યો છું, જ્યારે કમ્યુનિકેશન ઓફ આવ્યું અને તમે બધાં સત્બ્ધ થઈ ગયા. હું જોઈ રહ્યો હતો તે. મનમાં પ્રશ્નો હતા કે શા માટે આવું બન્યું, કારણ કે તેની પાછળ તમારો અથાક પરિશ્રમ હતો. આજે ભલે થોડો અવરોધ હાથ આવ્યો હોય, પણ તેણે આપણી આશા અને મનોબળ કમજોર નથી કર્યું, બલ્કે વધારે મજબૂત કરી દીધું છે.

Post a comment

0 Comments