અજય દેવગણે ખરીદી સૌથી મોંઘી કાર, માત્ર અમુક વ્યક્તિઓ પાસે જ છે આ કાર, જાણો


જાણીતા બોલિવુડ અભિનેતા અજય દેવગણે ભારતની સૌથી મોંઘી SUV કાર ખરીદી છે. જોકે તેના ગેરેજમાં તો એકથી વધુ એક ચઢિયાતી લગ્ઝરી કાર છે. જેમાં મર્સીડીઝ બેંઝ W115 220D, મીની કૂપર, BMW Z4, રેંજ રોવર વોગ જેવી કારો છે. અજયે અમુક વર્ષ પહેલા જ તેની પત્ની કાજોલને લગ્ઝકી SVU ઓડી Q7 ગિફ્ટમાં આપી હતી.

તો હવે તેની કાર કલેક્શનમાં સૌથી બેસ્ટ અને લગ્ઝરી એસયૂવી કાર સામેલ થઈ ગઈ છે. અજયે હમણાં જ રૉલ્સ રૉયલ કલિનન ખરીદી છે. અજયે અમુક મહિના પહેલા જ કલિનનનો ઓર્ડર આપ્યો હતો. પણ તેના કસ્ટમાઈઝેશનને કારણે કારની ડિલિવરી લેટ થઈ. જોકે રૉલ્સ રૉયલ તેની કસ્ટમાઈઝ્ડ કારો માટે જાણીતી છે.


કલિનન સૌથી મોંઘી એસયૂવી છે. જેની બેઝ વેરિયંટ એક્સ-શોરુમની કિંમત જ 6.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તો તેનું કસ્ટમાઈઝેશન કરાવ્યા પછી તેની કિંમત વધી જાય છે.


માત્ર અજય પાસે જ પહેલી રૉલ્સ રૉયલ નથી. આ પહેલા દેશના પ્રસિદ્ધ બિઝનેસમેન મુકેશ અંબાણીએ પણ કલિનન ખરીદી હતી. માનવામાં આવે છે કે દેશમાં કલિનનના પહેલા ગ્રાહક તેઓ જ હતા. ત્યાર પછી ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારે લાલ રંગની કલિનન ખરીદી હતી.


અજયે બ્લેક કલરની કલિનન ખરીદી છે. કલિનનમાં 6.8 લિટર ટ્વિન ચાર્જર વાળું વી12 પેટ્રોલ એન્જિન હોય છે. જે 560bhp પાવર અને 850Nmનું ટોર્ક જનરેટ કરે છે. કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન મળે છે. કલિનન 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ માત્ર 5 સેકેન્ડ પકડી લે છે. જેની ટોપ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક છે, જેમાં એર સસ્પેન્સનની સાથે 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ મળે છે.

Post a comment

0 Comments