આ લોકોનું નસીબ હંમેશા આપે છે સાથ, જે લોકો કરે છે આ કામ, જાણો


જ્યોતિષ અનુસાર, અઠવાડિયાના તમામ દિવસોનું મહત્વ હોય છે.જ્યોતિષમાં અઠવાડિયાના 7 દિવસમાં કંઇક વિશેષ ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી ઘરમાં સુખ સમુદ્ઘિ આવે છે અને તમામ કામમાં સફળતા મળે છે.

સોમવારના દિવસ ભગવાન શિવનો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, જે વ્યકિત સોમવારના દિવસે સફેદ અથવા તો ચાંદી રંગના કપડા પહેરે છે તેની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.


મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત હોય છે. મંગળવારના દિવસે જે વ્યકિત લાલ કપડા પહેરે છે અને ભગવાન હનુમાનજીને લાલ રંગનો પ્રસાદ ધરાવે છે તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.


બુધવારના દિવસે ભગવાન ગણેશનો માનવામાં આવે છે. બુધવારના દિવસે લીલા રંગના કપડા પહેરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને અધૂરા કામ પૂરા થાય છે. ભગવાન ગણેશજીને લીલા રંગના દૂર્વા પ્રિય હોય છે.

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને સાઇ બાબાનો માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરવાથી શુભ ફળ મળે છે. પીળા રંગને બૃહસ્પિત ગ્રહનો પ્રિય રંગ માનવામાં આવ્યો છે.

શુક્રવારના દિવસ દેવીનો હોય છે. આ દિવસે દેવીને લાલ રંગના કપડા અને ભોગ ચઢાવવાથી માતાની કૃપા મળે છે. આ દિવસે તમારું નસીબ ચમકાવવા માટે તમે લાલ અને ગુલાબી રંગના કપડા પહેરેશો તો લાભ થશે.


શનિવારનો દિવસ શનિદેવનો હોય છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. શનિદેવને કાળો અને વાદળી રંગ ખૂબ જ પ્રિય છે. આ દિવસે કાળા અથવા તો વાદળી રંગના કપડા પહેરવા જોઇએ, જેનાથી શનિદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે.

રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જે વ્યકિત લાલ રંગના કપડા અને સૂર્ય દેવને જળ અર્પણ કરે છે તેમની કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે.

Post a comment

0 Comments