'રાજા હિન્દુસ્તાની'નાં એક્ટર આ એકટર નું થયું નિધન......


એક્ટર, કથક ગુરૂ વીરુ કૃષ્ણન (Veeru Krishnan)નું શનિવારે 7 સેપ્ટેમ્બરનાં રોજ નિધન થઇ ગયુ છે. કૃષ્ણનનાં નિધનની ખબર અંગે બોલિવૂડની ઘણી બધી હસ્તીઓએ ટ્વિટ કરી છે. કૃષ્ણન ન ફક્ત કથક ગુરુ હતાં.

તેઓએ રાજા હિન્દુસ્તાની, ઇશ્ક, અકેલે હમ અકેલે તુમ જેવી ફિલ્મોમાં યાદગાર રોલ અદા કર્યો છે. તેમણે ઘણાં બોલિવૂડ સ્ટાર્સને કથક શીખવ્યું છે. જેમાં કેટરિના કૈફનું પણ નામ છે. તેમનાં નિધન અંગે ઘણાં બોલિવૂડ સ્ટાર્સે ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.


આથિયા શેટ્ટીએ લખ્યું છે કે, 'હે ભગવાન, સાંભળીને હેરાન છું, ખુબજ દુખદ. ભગવાન આપની આત્માને શાંતિ આપે. ગુરુજી. ભારે મહેનત અને અનુશાસન શીખવવા માટે આભાર.'


પ્રિયંકા ચોપરા લખે છે કે, જ્યારે હું ડાન્સમાં નબળી હતી ત્યારે તમે મને ડાન્સ શીખવ્યો હતો. ડાન્સ પ્રત્યે તમારું સમર્પણ એટલું હતું કે તમે અમને બધાને કથક શીખવ્યું અને તેની સાથે ઘણું બધુ. તમે હમેશાં યાદ રહેશો.


લારા દત્તા લખે છે કે, આ ખુબજ દુખદ સમાચાર છે. ગુરુજીનાં પરિવારને મારી સાંત્વના, તે પોતે જ એક આખી ઇન્સ્ટિટ્યૂટ હતાં. તેમનો કથક પ્રત્યેનો પ્રેમ અને તેમનાં વિદ્યાર્થીઓમાં વિશ્વાસ રાખવાની સહનશીલતા જ તેમને એક ઉત્તમ શિક્ષક બનાવે છે.


કરનવીર વોહરાએ લખ્યું છે કે, 'જાણીને ખુબજ દુખ થયું. ગુરુજી તેમનાં નિવાસ માટે રવાના થયા છે. હું ટીચર્સ ડે પર તેમને અને મારા અન્ય શિક્ષકોનો આભાર માનવાં એક પોસ્ટ મુકવાનો જ હતો. મને શું ખબર હતી કે તેઓ આ દુનીયાથી જતા રહેશે અને હું ક્યારેય તેમને નહીં મળી શકું. આ અમારા બધા માટે નુક્સાન છે. પણ હું જાણું છું કે આપ એક ખુશનુમા જગ્યા પર છો.'

Post a comment

0 Comments