ઝડપથી વજન ઊતારવા એક દિવસમાં આટલી રોટલી ખાવ


ભારતીયોનું ભોજન રોટલી વિના અધૂરુ છે. શાક ભલે જે કંઇ પણ હોય પરંતુ સાથે રોટલી ન હોય તો પેટ નથી ભરાતુ હોતુ.

જોકે દરેક વ્યકિતને રોટલી ખાવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. પરંતુ જો તમને વજન ઉતારવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારે કેટલી રોટલી ખાવી જોઇએ?


એક રોટલીમાંથી શું મળે છે?

ઘંઉના લોટમાંથી બનેલી રોટલી મેક્રો-ન્યૂટ્રીએન્ટ રિચ હોય છે, જેમાં પ્રોટીન અને ફાયબર પૂરતા પ્રમાણમાં હોય છે. જો વ્યકિત 6 ઇંચની એક રોટલી ખાય તો તેના શરીરને 15 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ પ્રોટીન અને 0.4 ગ્રામ ફાઇબર મળે છે.


કેટલી રોટલી જરૂરી છે?

રોટલી કેટલી ખાવી જોઇએ તે મુખ્યત્વે તમારા શરીરના કાર્બ્સની જરૂરિયાત પર આધાર રાખે છે. દૂધ, ખાંડ, સોડા, તેલ વગેરે જેવી વસ્તુઓમાંથી કાર્બ્સ મોટેભાગે શરીરને મળી જાય છે. એવામાં ડાયટમાં વસ્તુઓનું પ્રમાણ વધારે હોય તો ઓછી રોટલી ખાવી જોઇએ.


વજન ઘટાડવું હોય તો?

જો વજન ઘટાડવા માગો છો તો કેટલી રોટલી ખાવી તે જાણવુ જરૂરી છે. રોટલીનું પ્રમાણ પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ-અલગ હોય છે. એવામાં જે મહિલાઓના ડાયટ પ્લાન દિવસમાં 1400 કેલેરી લેવાનો છે, તેમણે 2 રોટલી સવારે અને 2 રોટલી રાત્રે ખાવી જોઇએ. તો જે પુરુષનો ડાયટ પ્લાન 1700 કેલેરીનો હોય તો લંચ અને ડિનરમાં 3-3 રોટલી ખાઇ શકે છે.


ક્યારે ખાવી યોગ્ય ગણવામાં આવે?

આમ તો રોટલી લંચ કે ડિનર બંનેમાં ખાવામાં આવે છે. જો કે, એક્સપર્ટ અવનુસાર, જો રોટલીને દિવસે જ ખાવી જોઇએ. રોટલીમાં રહેલા ફાઇબર્સ પાચનક્રિયા મંદ કરે છે. રાત્રે રોટલી ખાઇને તો ઉંધ્યા પછી પણ તેની પાચનક્રિયા ચાલ્યા કરે છે. જે શરીર માટે યોગ્ય નથી. રોટલી દિવસે ખાઇએ તો દિવસ દરમિયાનની એક્ટિવિટઝીના કારણે તે સરળતાથી પચી જતી હોય છે.


રોટલી કે ભાત શું વધારે પૌષ્ટિક છે?

રોટલી ભાત કરતા વધારો સારો વિકલ્પ માનવામાં આવે છે. રોટલીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જેના કારણે પેટ લાંબો સમય સુધી ભરેલુ રહે છે. પાચનક્રિયા દરમિયાન બ્લડ શુગર લેવલ ધીરે-ધીરે પ્રભાવિત થતુ જાય છે.

તો ભાતમાં ગ્લાસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જે જલ્દી પચે છે અને બ્લડ શુગરના લેવલને ત્વરિત અસર કરે છે. આ સ્થિતિમાં ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

Post a comment

0 Comments