આસિત મોદીનું ફાઈનલી કરિયું એલાન દિશા વાકાણીની એન્ટ્રી પાક્કી, કઈ રીતેે માની એ પણ કહી દીધું


ટીવીનો સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જલ્દી જ દયાબેન વાપસી કરશે એની જાણકારી હવે ખુદ શોના ડાયરેક્ટર આસિત મોદીએ આપી છે. એક અખબાર સાથે વાત કરતા ડાયરેક્ટર આસિત મોદીએ આ વાત પર મહોર લગાવી દીધી છે. અને કહ્યું છે કે 1 મહિનામાં જ દયાબેન તરીકે દિશા વાકાણી પરત આવી જશે.


આસિત મોદીએ કહ્યું કે, અમે ખુશ છીએ કે દિશા શોમાં આવી રહી છે. અને દયાભાભીનું પાત્ર નિભાવવા માટે તે રેડી છે. એમાં એક મહિનો લાગશે. અમે એને વારંવાર શોમાં વાપસી કરવા માટે કહી રહ્યા હતા. દિશાનું કહેવું હતું કે તેની દીકરી નાની છે એટલે તે એકલી છોડવા નહોતી માંગતી. પરંતુ હવે તેણે શોમા આવવાનું મન બનાવી લીધું છે અને નિર્ણય કરી લીધો છે.


આગળ વાત કરતા દિશાએ કહ્યું કે, દિશા અને પ્રોડક્શન હાઉસ વચ્ચે એવી કોઈ નેગેટિવ વાત નથી થઈ. અમે હંમેશાથી તેને શોમાં ફરીથી આવવા માટે જ કહ્યું છે. અમે શોને દયાબેન વગર બે વર્ષ સુધી આગળ વધારવાની પણ મહેનત કરી. પરંતુ અમે એને શોમાં ફરીથી લાવવા માંગતા હતા અને હવે એ આખરે સફળ રહ્યું.


આ પહેલા શુક્રવારે બતાવવામાં આવેલા એપિસોડમાં જેઠાલાલે ગણેશોત્સવનાં કાર્યક્રમમાં દયાને ખુબ મિસ કરી અને સાથે સાથે એ હિંટ પણ આપી કે દયા શોમાં જલ્દી જ એન્ટ્રી લેશે. બન્યું એવું કે શોમાં જેઠાલાલે યાદ આ રહા હે ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. તો એમાં તેને પત્ની દયાની યાદ આવવા લાગે છે. શોમાં બધા જેઠાલાલને કહે છે કે દયાભાભીને જલ્દી જ પાછી બોલાવી લો. ઘણા દિવસો થઈ ગયા.


તો જેઠાલાલ આ વાત પર કહે છે કે દયા હવે પાછી આવવા માગે છે. તે જલ્દી જ ગોકુળધામ સોસાયટીમાં વાપસી કરી રહી છે. એવા તર્કો વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે કે શોના મેકર્સ જેઠાલાલ થકી ઈશારો કરી રહ્યા છે. પરંતુ હવે દિશા વાકાણીએ એક ઈશારો કર્યો છે કે તે શોમાં પરત ફરી રહી છે.

Post a comment

0 Comments