મોરારીબાપુને લઇને રાજકારણ ગરમાયું, કોંગ્રેસના આ ધારાસભ્યએ તો હદ કરી, જાણો શું કહ્યું ?


મોરારિબાપુના નીલકંઠને લઇને આપેલા નિવેદન બાદ રાજકારણ બરાબરનું ગરમાયું છે. નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારીબાપુ બરાબરના ફસાયા હતા. મોરારીબાપુએ નિવેદન આપીને સ્વામિનારાયણ સંપ્રદાયની લાગ્ણી દુભાઇ હતી. નીલકંઠ મામલે મોરારીબાપુના નિવેદન બાદ સ્વામિનારાયણ સંસ્થાના અક્ષરવત્સલ સ્વામી બાદ હવે કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ મોરારીબાપુને આડે હાથ લીધા છે.

કાલાવડનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મોરારિબાપુનાં નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હજારો લોકોની લાગણી દુભાઈ છે. જેથી ભગવાન મોરારિબાપુને સદ્દબુધ્ધી આપે. આ સાથે જ કહ્યું કે તેમનામાં સંત પણ દેખાતું નથી અને તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે.


તેમણે વધુમાં જણાવ્યું છે કે, મોરારિબાપુ અને બાબા રામદેવ ગમે તેવા બફાટ કરતા હોય અને જાહેરમાં ભગવાન કે સંતોનું અપમાન કરતા હોય છે. મોરારિબાપુ અને બાબા રામદેવ બાબાને સંતો કહીએ છીએ. પણ મારા મતે તેમનામાં સંતો જેવું દેખાતું નથી. તેઓ જાહેરમાં ભાજપની તરફેણ કરે છે અને વાણી વિલાસ કરે છે.

મોરારિબાપુએ નીલકંઠ મામલે નિવેદન આપીને જ્યારે બરાબરના ફસાયા ત્યારે તેમને પોતાના વીડિયોમાં મિચ્છામી દુક્કડમ કહ્યું તો ખરા પણ મોરારિબાપુની બોડી લેંગ્વેજ જોતા મને એવું નથી લાગતું કે મોરારિબાપુએ દિલથી માફી માંગી હોય.


અત્રે ઉલ્લેખનીય છે કે, નીલકંઠ મામલે નિવેદન આપીને મોરારી બાપુ બરાબરના ફસાયા છે. નિવેદન મામલે માફી માગ્યા બાદ પણ આ વિવાદ મોરારી બાપુનો પીછો છોડી રહ્યું નથી. બાપુના નિવેદન બાદ BAPS સંસ્થા દ્વારા પણ મોરારી બાપુને આડે હાથ લીધા હતા. અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું કે, મોરારી બાપુ વિકૃત આનંદ લઈ રહ્યા છે. તો BAPS દ્વારા મોરારી બાપુ પાસે માફીની માગ કરવામાં આવી છે.

BAPSએ નિવેદન જાહેર કરી કહ્યું કે, મોરારી બાપુએ સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓ, ભગવાન શ્રી સ્વામિનારાયણ કે સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની પરંપરાઓનું અપમાન કરવાની એકેય તક જતી કરતાં નથી. કરોડો લોકોની આસ્થાનું ખંડન કરનારા મોરારી બાપુને કોઈએ એવો પાઠ ભણાવવાની જરૂર છે. રામ કથા છોડી આવા ઘોર અપરાધમાં આનંદ માણતાં બાપુ આસ્થાનું ખંડન કરી આનંદ માણે છે, આ આનંદ નહીં પરંતુ વિકૃતિ છે.

Post a comment

0 Comments