બાળક ગર્ભમાં શા માટે મારે છે લાત, આ ચાર કારણ તમે નહીં જાણતા હોવ


કોઈપણ મહિલા માટે માતા બનવાનો અનુભવ ખાસ હોય છે. નવ માસ દરમિયાન તે દરેક માસમાં એક નવા અનુભવમાંથી પસાર થાય છે. જેમ જેમ બાળક ગર્ભમાં મોટું થાય છે તેમ માતા પણ તેના દરેક હલનચલનને અનુભવવા લાગે છે.

આ સમયગાળા દરમિયાન સૌથી ખાસ હોય છે બાળકનો ગર્ભમાં કિક એટલે કે લાત મારવાનો અનુભવ. પરંતુ મોટાભાગે સ્ત્રીઓને ખબર હોતી નથી કે બાળક આમ શા માટે કરે છે. તો ચાલો આજે જાણી લો કે શા માટે બાળકો ગર્ભમાં કીક મારતા હોય છે.


પરિવર્તન

નવા વાતાવરણમાં ફેરફાર થાય અને તેને જ્યારે બાળક અનુભવે તો તે તુરંત પોતાની પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા તે કિક મારીને દર્શાવે છે. બહારથી જ્યારે કોઈ અવાજ આવે કે ભોજન પ્રત્યે માને સંવેદના થાય ત્યારે તે પોતાના અંગને ફેલાવે છે. લાત મારવી તે તેના વિકાસનો પણ સંકેત છે.

શરીર વધવું

ગર્ભાવસ્થાના 36માં સપ્તાહ પછી બાળકનો આકાર વધવા લાગે છે. તેના કારણે તે ગર્ભમાં વધારે હલનચલન કરી શકતું નથી. આ સમય દરમિયાન મહિલાઓ પોતાના પાસળા નીચે તરફ બાળકના કિક મારવાને અનુભવતી હોય છે.


ઓછી લાત એટલે શુગર લેવલ ઓછું

ગર્ભના 28 સપ્તાહ બાદ ડોક્ટર કહે છે કે બાળક આવું દિવસમાં કેટલીવાર કરે છે તે ધ્યાનમાં રાખવું. જો બાળક ઓછી લાત મારે તો તેને ઓક્સીજન ઓછું મળતું હોય અથવા તો શુગર લેવલ ઓછું હોય શકે છે.


સારા વિકાસનો સંકેત

બાળક જો વધારે લાત મારતું હોય તો તેનો અર્થ થાય છે કે બાળક સક્રિય છે. બાળક ગર્ભમાં હલે, ફરતું રહે, તેના અંગ ફેલાવે તે દરમિયાન ગર્ભમાં કિક લાગવા જેવો અનુભવ માતા કરે છે. ઘણીવાર માતા સૂતી વખતે વધારે પડખા ફરે તો પણ બાળક કિક મારે છે કારણ કે તેની તરફ રક્ત પરિભ્રમણ વધે છે.

Post a comment

0 Comments