જો ચંદ્ર ન હોત તો શું થાત? જાણીને ચોંકી જશો


ભારતના મિશન મૂનનો અંતિમ પડાવ સહેજ માટે સફળ થતો રહી ગયો. છેલ્લી ઘડીએ લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો. જો કે ભારતને આ મિશનથી ઘણી મહત્વની જાણકારીઓ મળી છે. સવાલ એ છે કે આખરે શા માટે ચંદ્ર આટલો મહત્વનો છે? અને તો ચંદ્ર ન હોત તો શું થાત?

એ તો તમે જાણો જ છો કે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. તે પોતે નથી ચમકતો પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે. ચંદ્ર પર અત્યાર સુધી 12 લોકો કદમ રાખી ચુક્યા છે. પણ જો ચંદ્ર ન હોત તો પૃથ્વીનું શું થાત?.


જો ચંદ્ર ન હોતતો ધરતી પર દિવસ-રાત 24 કલાકના બદલે માત્ર 6 કે 12 કલાકનો હતો. એક વર્ષમાં 365 નહીં પરંતુ 1000 કે 1400 દિવસો હોત.

તમે એપ પણ જાણતા જ હશો કે રાત્રે જે આછો અજવાશ હોય છે કે ચંદ્રના કારણે જ હોય છે, પરંતુ જો ચંદ્ર ન હોત તો એ અજવાણું પણ ન હોત. માત્ર અંધારું જ અંધારું હોત.


ચંદ્ર ન હોત તો ધરતી પર ન તો ચંદ્રગ્રહણ અને ન સૂર્યગ્રહણ, કારણ કે સૂરજને ઢાંકવી માટે ચંદ્ર હોત જ નહીં.

કારણ કે પૃથ્વી 25.5 અક્ષ પર ઝુકેલી છે.પણ તો ચંદ્ર ન હોત તો એ કોઈને ખબર ન હોત કે પૃથ્વીનો ઝુકાવ ક્યાં અક્ષ પર હોત અને તેના કારણે પૃથ્વી પર કેવું વાતાવરણ હોત?


વૈજ્ઞાનિકોનું માનીએ તે જો કદાચ પૃથ્વી પર માનવજાતિનો ઉદય ન થાત. કારણ કે સમુદ્રમાં ભરતી ઓટ જ ન આવેત, જેનાથી જમીન અને સમુદ્રના જળ વચ્ચે પોષક તત્વોના આદાન પ્રદાનની પ્રક્રિયા ધીમી થઈ જાત અને ધરતી પર માનવ જાતિ હોત કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

Post a comment

0 Comments