સફેદ વાળથી છો પરેશાન, તો તેનાથી છુટકારો મળેવવા અપનાવો આ ટિપ્સ


ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે પરંતુ વધતા પ્રદુષણ અને ખાણીપીણીથી કારણથી વાળ સફેદ થવા લાગે છે. આજે ઓછી ઉંમરથી લઇને દરેક લોકો સફેદ વાળની સમસ્યાથી પરેશાન છે. તો આવો જોઇએ વાળ સફેદ થવાના કારણો અને તેના ઉપાય..


1.લીમડો આપશે કાળા વાળને લીલી ઝંડી

લીમડાંના થોડાક પાન લો.અને તેને નારિયેળના પાણીમાં વાટો અને પછી તેને વાળના મૂળમાં લગાવો.આવુ કરવાથી તમારા વાળ સફેદ થતાં બચી જશે.લીમડાંમાં એક ખાસ અને રેયર બાયોકેમિકલ હોય છે જે વાળને જડથી મજબૂત બનાવે છે.

2.ચા આપશે ચમક

સૌ પ્રથમ એક વાસણમાં ચાને ઉકાળી લો ત્યારબાદ તેને ઠંડું કરી લો.આ ક્રિયા બાદ વાળને આ ઉકાળેલા પાણીમાં 15મિનીટ સુધી ડુબાવી રાખો.ત્યારબાદ સરખી રીતે ધોઈ લો.આ રીતે જ કોફીના ઉપયોગથી પણ સારુ પરિણામ મળી શકે છે.


3.માખણનું જાદુ

ચોખ્ખાં દુધથી બનેલા માખણને સતત વાળમાં લગાડવાથી પણ વાળની સપેદીને અટકાવી શકાય છે.ઘીને પ્રાચીન આયુર્વેદમાં પણ વાળની સફેદીનો એક રામબાણ ઈલાજ માનવામાં આવતો હતો.જો દેશી ઘીની ખુશ્બુ ન ગમતી હોય તો મનપસંદ એન્સેન્શિયલ ઓઈલ ઉમેરી શકો છો.


4.સંતરાનો રસ

સંતરાના માવાને મેશ કરી તેમાં આબળાં પાઉડર મિક્સ કરો.સારા પરિણામ માટે તેને અઠવાડિયામાં બે વખત વાળ પર લગાવો.સંતરાનો રસ વાળને જાડા અને સ્વસ્થ બનાવવા માટે કુબ જ અસરકારક છે.

Post a comment

0 Comments