ઉદિત નારાયણ સાથે રાનુ મંડલે રેકૉર્ડ કર્યું નવું ગીત


ઈન્ટરનેટ સેન્સેશન રાનૂ મંડલે પોતાના એક ગીતથી બધાને દીવાના બનાવી દીધા છે. બેઘર મહિલાથી રાતો રાત સેલેબ બની જનારી રાનૂ હવે જલ્દી જ પોતાના ચાહકો માટે એક મેલોડિયક ગીત 'કહ રહી હૈ નજદીકિયાં' લઈને આવી રહ્યા છે. આ ગીતમાં બોલીવુડના લોકપ્રિય સિંગર ઉદિત નારાયણ અને હિમેશે પણ પોતાનો અવાજ આપ્યો છે.


રાનૂ મંડલને બ્રેક આપનારા હિમેશ રેશમિયાએ હાલમાં જ પોતાના ઑફીશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી રિકૉર્ડિંગનો વીડિયો શેર કર્યો છે. આ ગીતમાં રાનૂ મંડલની સાથે ઉદિત નારાયણ પણ રેકૉર્ડિંગ કરતા નજર આવી રહ્યા છે.આ પોસ્ટમાં હિમેશે ગીતની જાણકારી આપતા જણાવ્યું છે કે, મને મારા ક્રિએટિવ સ્વભાવે કહ્યું છે કે, 'મારી આગામી ફિલ્મ હેપ્પી એન્ડ હાર્ડીના આગામી ક્લાસિકલ રોમાન્ટિક સોન્ગ કહ રહી હૈ નજદીકિયાં માટે, મને સૌથી ટેલેન્ટેડ અને લેજેન્ડરી સિંગર જોઈએ છે, ફિચરિંગ ઉદિત નારાયણ, રાનૂ મંડલ, હિમેશ રેશમિયા અને પાયલ દેવ, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો આ ખાસ દિવસ લતા મંગેશકરજીના જન્મદિવસ પર.'


ફિલ્મ હેપ્પી એન્ડ હાર્ડીનું આ ગીત 'કહ રહી હૈ નજદીકિયાં' એક ક્લાસિકલ રોમાન્ટિક સોન્ગ હશે. આ વીડિયોને જોઈને દરેક ચાહકને આખું ગીત સાંભળવાની રાહ છે. એ પહેલા પણ રાનૂ મંડલ અને હિમેશ રેશમિયાનું ગીત 'તેરી મેરી કહાની' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

Post a comment

0 Comments