શરૂ થઇ ભારતની રોયલ ટ્રેન, એક રાતનું ભાડું સાંભળી દંગ રહી જશો


ભારતની શાહિ સફર માટે જાણીતી ટ્રેન પેલેસ ઓન વ્હિલ્સ ટુરિસ્ટ ટ્રેન સીઝનના પહેલા સફર પર બુધવારે નિકળી ચુકી છે.બુધવારે (4 સપ્ટેમ્બર)ના દિલ્લીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી તેમની શરૂઆત કરવામાં આવી છે.સપ્ટેમ્બરથી એપ્રિલ સુધી ચાલનારી આ ઇન્ડિયાની લગ્ઝરી ટ્રેનની પહેલી યાત્રા માટે સફરજંગ રેલ્વે સ્ટેશનથી 20 પૈસેંજર રવાના થયા છે.

પહેલા સત્રમાં કુલ 46 યાત્રી સફર કરી રહ્યા છે.આ વખતે રોયલ પૈલેસ ઓન વ્હિલ્સ ટ્રેનમાં કલરથી માંડી કાર્પેટ સુધી બધુ જ બદલી ચુક્યુ છે.ટુરીસ્ટોને નવા અનુભવ માટે મેન્યુમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


90 ટકા બુકિંગનો ટાર્ગેટ

રાજેસ્થાન પર્યટન વિકાસ નિગમ(આરટીડીસી)નવિ દિલ્લીના વરિષ્ઠ કર્મચારીએ મિડીયાને જણાવ્યુ કે પુરી ટ્રેનમાં હાલ ઓરિયંટલ કાર્પેટ લગાવવામાં આવ્યુ છે


.પોયલ ટ્રેનમાં બાથરૂમની ફિંટીંગ ફરીથી કરવામાં આવી છે.તેમણે જણાવ્યુ કે ગયા વર્ષે ટ્રેનમાં 60 ટકા ઓક્યુપેંસી પહી હતી,અને આ વર્ષે 75 ટકા બુકિંગ થઇ ચુક્યુ છે.આ વખતે આરટીડિસીએ 90 ટકા ટર્ગેટ રાખ્યો છે.


43 હજાર છે એક રાતનું ભાડું

આ ટુરીસ્ટ ટ્રેન દિલ્લીથી જયપુર,સવાઇમાધોપુર,ચિત્તોડગઢ,ઉદેયપુર,જેસલમેર,જોધપુર,ભરતપુર,આગરા થઇને દિલ્લી આવશે.7 રાત અને 8 દિવસનું આ સફર દિલ્લીના સફરજંગ રલ્વે સ્ટેશનથી શરૂ થઇ રાજસ્થાન અને આગરા આગ્રા થઇ ફરી દિલ્લી પહોચશે.સંજીવ શર્માંના જણાવ્યા અનુસાર આ રોયલ સવારનું ભાડું પ્રતિ વ્યક્તિ 650 ડોલર એટલેકે 43,000 રૂપિયા છે.આ ભાડુ સપ્ટેમ્બર 2019 અને એપ્રિલ 2020 માટે છે.


યાત્રિકોને આમાં ખાવા-પીવાની સુવિધા ઉપરાંત મનોરંજનની તમામ સુવિધા મળશે.જમવાની વાત કરીએ તો કોન્ટિનેટલ,ચાઇનીઝ,ઇન્ડિયની લિજ્જત માણી શકશો.

Post a comment

0 Comments