આ મુસ્લિમ રાષ્ટ્રની કરન્સી પર ગણેશજીનો ફોટો..!, જાણો શા માટે


લોકો ગણપત્તિ બાપ્પા મોરયાના જાર-શોરથી અગિયાર દિવસ સુધી ગણેશજીના આ અનોખા તહેવારની મજા માણશે. હિન્દુ ધર્મમાં ગણેશજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.

આ તેહવાર શા માટે ઉજવવામાં આવે છે, તેનો ખ્યાલ દરેકને હશે, પરંતુ આજે ગણેશજી અન્ય એક ખાસ વાત તમને જણાવી છીએ, જેની જાણ કંદાચ ખૂબ ઓછા લોકોને હશે.

આપણા દેશમાં એકય કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસવીર છાપેલી તમે જોઇ હશે નહીં, પરંતુ દુનિયાનો એક એવો દેશ પણ છે, જ્યાં ચલણી નોટ પર ભગવાન ગણેશ બિરાજમાન છે.

દુનિયાની સૌથી વધુ મુસ્લિમ આબાદીવાળા દેશ ઈન્ડોનેશિયામાં ચલણી નોટ પર ભગવાન ગણેશની તસવીર છાપેલી છે. અહીંની કરન્સી ભાર્તીય મુદ્રાની જેમ જ પ્રચલિત છે. અહીં રૂપિયાહ ચાલે છે.


ઈન્ડોનેશિયામાં લગભગ ૮૭.૫ ટકા આબાદી ઈસ્લામ ધર્મ માને છે, અહીં માત્ર ૩ ટકા લોકો હિન્દુ ધર્મ પાળે છે, અહીં ૨૦ હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છે. અહીં ભગવાન ગણેશને શિક્ષા, કળા અને વિજ્ઞાનના દેવ માનવામાં આવે છે.

નોટમાં બીજું શું છે ખાસ

ઈન્ડોનેશિયામાં ૨૦ હજારની નોટમાં આગળની તરફ ભગવાન ગણેશની તસવીર છે અને પાછળ ક્લાસરૂમની તસવીર છે, જેમાં ટીચર અને સ્ટૂડન્ટ્સ છે. સાથે-સાથે નોટ પર ઈન્ડોનેશિયાના પહેલા શિક્ષા મંત્રી હજર દેવાંત્રાની તસવીર પણ છે. દેવાંત્રા ઈન્ડોનેશિયાની આઝાદીના નાયક પણ હતા.


શું છે કારણ

કહેવાય છે કે, થોડાં વર્ષો પહેલાં ઈન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તે સમયે ત્યાંના રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ખૂબ વિચાર કર્યા બાદ વીસ હજારની એક નવી નોટ બહાર પાડી, જેના પર ભગવાન ગણેશની તસવીર છાપવામાં આવી. લોકોનું માનવું છે કે, આ કારણે જ, અહીંની અર્થ વ્યવસ્થા મજબૂત છે.


આ દેશમાં માત્ર ભગવાન ગણેશ જ નહીં પરંતુ આર્મીના મેસ્કોટ હનુમાનજી છે, અને અહીંના એક ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર અર્જુન અને શ્રીકૃષ્ણની મૂર્તિ પણ છે. આ તસવીરોમાં કૃષ્ણ અને શ્રીકૃષ્ણ અને અર્જુન જોઇ શકાય છે અને સાથે-સાથે ભીમના પુત્ર ઘટોત્કચની પ્રતિમા પણ છે.

Post a comment

0 Comments