ભોળેનાથની પૂજા સોમવારે જ શા માટે થાય છે? આ છે કારણ


શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સોમવારે જ કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.? હકીકતમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે.ચંદ્રમાંનું બીજુ નામ સોમ પણ છે. ચંદ્રને શિવે પોતાના મસ્તક પર સ્થાન આપ્યું છે. એટલા માટે સોમવારને શિવનો દિવસ માનવામાં આવે છે.

સોમવારે શિવની પૂજાની પાછળ એક બીજું કારણ પણ છે. સોમનો બીજો અર્થ સૌમ્ય. શિવ બહુ સૌમ્ય પણ છે. તેમની સરળતા અને સહજતાના કારણે તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. એટલા માટે સોમવાર શિવજીનો દિવસ માનવામાં આવે છે.


શાસ્ત્ર અને ધર્મની જાણકારી મુજબ સોમનો એક અર્થ છે ઉમાની સાથે શિવ. અને શિવની ઉપાસના વગર શક્તિ એટલે કે દેવી વગર અધૂરી માનવામાં આવે છે. એટલા માટે સોમવારને શિવનો દિવસ માનવામાં આવે છે.

જ્યારે સોમનું ઉચ્ચારણ કરવામાં આવે તો ઓઉમ પણ ઉચ્ચારિત થાય છે. સોમમાં ઓઉમ પણ સમાય છે અને શિવનો ઓંકાર છે. ઓઉમને સંસારની ઉત્પત્તિ માનવામાં આવે છે એટલા માટે સોમવારને શિવનો દિવસ ગણવામાં આવે છે.

સોમનો એક બીજો અર્થ સોમરસ છે. સોમરસને દેવાતઓ પીતા હતા. તેને આરોગ્ય માટે અને આયુષ્યવર્ધક માનવામાં આવે છે. જેવી રીતે સોમરસ મનુષ્ય માટે અમૃત છે તેવી જ રીતે શિવ આપણા માટે કલ્યાણકારી છે. એટવા માટે સોમવારે મહાદેવની ઉપાસના કરવામાં આવે છે.

સોમનો અર્થ ચંદ્રમાં છે અને ચંદ્રમાં મનનું પ્રતીક છે. મનની ચેતનતા અને ચંચળતાને નિયંત્રણમાં રાખે છે. જેથી આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ અને એટલા માટે સોમવારે મહાદેવની પૂજા કરવામાં આવે છે.

Post a comment

0 Comments