ભૂલથી પણ ડાઉનલોડ ન કરો આ બૅન્કોની સાચી લાગતી ફૅક ઍપ, થોડી જ ક્ષણોમાં પૈસા થઇ જશે ગાયબ, જાણો


જો તમે પણ પૈસાની લેવડ-દેવડ માટે બૅન્કની મોબાઈલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે એક રિપોર્ટમાં એવું બહાર આવ્યું હતુ કે, ગૂગલ પ્લે સ્ટોર પર બૅન્કની નકલી ઍપ ઉપલબ્ધ છે જે લોકોનો ડેટા ચોરી કરે છે.

સમાચાર અનુસાર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઇ બૅન્ક, એક્સિસ બૅન્ક, સિટી બૅન્ક, સહિતની મોટી બૅન્કની નકલી ઍપ્લિકેશનમાંથી હજારો બૅન્ક ગ્રાહકોના પર્સનલ ડેટાની ચોરી થઈ રહી છે. આઇટી સિક્યુરિટી ફર્મ સોફોસ લેબ્સના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ મોટી બૅન્કની નકલી અથવા નકલી ઍપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.


નકલી ઍપ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી એન્ડ્રોઇડ ઍપ્લિકેશનનો લોગો (Logo) અસલી બૅન્ક જેવો જ હોય છે. આ જ કારણે ગ્રાહકોને નકલી અને અસલી ઍપ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નકલી ઍપ્લિકેશનના માધ્યમથી હેકરોએ અનેક ગ્રાહકોના ક્રેડિટ કાર્ડની ડિટેઇલ્સ ચોરી કરી લીધી છે. બૅન્કે શરૂ કરી તપાસ


જોકે બૅન્કનું કહેવું છે કે તેમને નકલી ઍપ્સ બાબતે કોઈ જ માહિતી નથી. જોકે અમુક બૅન્કે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. આ મામલે તેમણે કોમ્પ્યુટર સુરક્ષા સાથે જોડાયેલી બાબતો પર નજર રાખતી નોડલ એજન્સી CERT-inને પણ માહિતી આપી છે.


રિપોર્ટમાં સાત બૅન્કનો ઉલ્લેખ રિપોર્ટમાં જે બૅન્કની નકલી ઍપ્એસ પ્સ બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે તેમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI), ICICI બૅન્ક, Axis બૅન્ક, સિટી બૅન્ક, ઇન્ડિયન ઓવરસિઝ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, યસ બૅન્ક સહિત કુલ સાત બૅન્કનો સમાવેશ થાય છે.

સિટી બૅન્ક કહેવું છે કે રિપોર્ટમાં જે નકલી ઍપનો ઉલ્લેખ છે તેનાથી બૅન્ક પર કોઈ જ અસર પડી નથી. બૅન્ક Sophos લેબ્સને એક પત્ર લખીને તેનું નામ રિપોર્ટમાંથી હટાવવા માટે કહ્યું છે. જ્યારે યસ બૅન્ક કહેવું છે કે તેમણે આ અંગેની જાણકારી સાયબર ફ્રોડ વિભાગને આપી દીધી છે.

Post a comment

0 Comments