આગામી આ પાંચ દિવસોમાં આ શહેરોમાં પડી શકે છે, ભારે વરસાદ જાણો


રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોન સિસ્ટમને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ રાજ્યભરના અન્ય ઝોનમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ 7 તારીખે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

જેના કારણે તંત્રએ આગામી 6 અને 7 તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તો બીજી તરફ આજે વહેલી સવરથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો…

મોડાસા

મોડાસામાં વહેલી સવારથી મેઘરાજાએ મેહર વરસાવી છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને આથી અસહ્ય ઉકળા અને બફારાથી લોકોએ રાહત મેળવી છે.

સુરતમાં છવાયા કાળા ડિબાંગ વાદળો

સુરતના વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોળા દિવસે અંધારાનો એહસાસ થયો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે થોડીવારમાં ફરી ધીમી ધારથી ભારે વરસાદી ઝાપટા પડયા હતા. ગત રોજ સુરતમાં વરસાદની છૂટી છવાઈ ઇનિંગ બાદ આજ રોજ ફરી મેઘરાજાએ એન્ટ્રી કરતા વાતાવરણમાં પણ ભારે ઠંડક ફેલાઇ.

મહેસાણાના વાતાવરણમાં પલટો

મહેસાણાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો. સવારથીજ મહેસાણા જિલ્લાના અનેક તાલુકાઓમાં વાદળછાયુ વાતાવરણ છવાયુ. સવારથીજ ઊંઝામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે જેથી સમગ્ર વાતાવરણમાં શીતલહેર ફેલાઇ. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.

અંકલેશ્વરમાં વિરામબાદ ધમાકેદાર આગમન

અંકલેશ્વરમાં એક સપ્તાહના વિરામબાદ વરસાદનું ફરીથી ધમાકેદાર આગમન થયું. ધોધમાર વરસાદ વરસતા થોડા સમય માટે લોકો અટવાઈ ગયા હતા વાહન ચાલકો સહિત રાહદારીઓને સુરક્ષીત સ્થાન શોધવાની જરૂર પડી હતી. જોકે થોડો સમય ઝાપટું વરસી વરસાદે વિરામ લીધો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ.


કચ્છમાં ચાર દિવસથી મેઘો જામ્યો

કચ્છમાં છેલ્લા ચાર દિવસથી મેઘો જામ્યો છે ત્યારે આજેપણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. બીજી તરફ હવામાન વિભાગે આગામી ચાર પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભુજ હવામાન ખાતાના જણાવ્યા મુજબ ક્ચ્છ પર સાયકલોનીક સર્ક્યુલેશનની સિસ્ટમ અમલી બનવાથી આગામી ચાર પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. છૂટોછવાયા વરસાદ પણ પડી શકે છે. કંડલા, મુન્દ્રામાં વરસાદ પડવા સાથે ભુજમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

રાજ્યભરમાં પાંચ દિવસના વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. કંડલા, મુંદ્રા, સામખિયાળી પંથકમાં વરસાદ જામ્યો છે. રસ્તા પર પાણી ભરાયા છે.

Post a comment

0 Comments