જોમેટોથી ૧૦૦ રૂપિયા પરત મેળવવાના ચક્કરમાં કસ્ટમરને ગુમાવવા પડ્યા ૭૭,૦૦૦ રૂપિયા


પટનાના રહેનાર એક એન્જિનિયરને જોમેટોથી ખાવાનું ઓર્ડર કરવું ઘણું મોંઘુ પડ્યું છે. ઓનલીન ફૂડ ડિલવરી પ્લેટફોર્મ જોમેટોથી આ યુઝર્સે ૧૦૦ રૂપિયાનું ખાવાનું ઓર્ડર કર્યો હતો, તેમને રિફંડના ચક્કરમાં ૭૭,૦૦૦ રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

બિહારના પટનાના રહેનાર વિષ્ણુ જોકી વ્યવસાયથી એક એન્જિનિયર છે અને જોમેટોથી ૧૦૦ રૂપિયાના ખાવાનો ઓર્ડર કર્યો હતો. ખાવાની ક્વોલીટી ઠીક ના હોવાના કારણે તેમને ડીલીવરી બોયથી ખાવાનું પરત લઇ જવાનું કહ્યું હતું. ડીલીવરી બોયે તેમને જોમેટો કસ્ટમર કેરથી વાત કરવાનું કહ્યું ત્યાર બાદ વિષ્ણુએ ગુગલ પર જોમેટો કસ્ટમર કેર સર્ચ કર્યું અને જે નંબર પહેલા આવ્યો તેને કોલ કર્યો હતો. ડીલીવરી બોયે વિષ્ણુને સલાહ આપી કે, તે કસ્ટમર કેર એક્જીકયુટીવ દ્વ્રારા બતાવવામાં આવેલ બધા સ્ટેપ્સને ફોલો કર્યા હતા.


વિષ્ણુને જાણ નહોતી કે, તે ફોર્ડ લોકોના ચક્કરમાં ફસાઈ ગયા છે. જોમેટો એમ્પ્લોઇ બની ફ્રોડ કરી રહેલા વ્યક્તિએ વિષ્ણુને કહ્યું કે, તમારે એકાઉન્ટમાં રીફન્ડ માટે પહેલા તમારા એકાઉન્ટથી ૧૦ રૂપિયાની રકમ કપાવી પડશે. તેના માટે એક લિંક તેમની પાસે આવશે જેના પર ક્લિક કરો.


જેવી જ વિષ્ણુએ આ લિંક પર ક્લિક કરી તેના થોડા સમય બાદ વિષ્ણુના એકાઉન્ટમાં રહેલા ૭૭,૦૦૦ રૂપિયાને એક બાદ ઘણા ટ્રાન્જેક્શન દ્વ્રારા લઇ લીધા હતા.


વિષ્ણુના એકાઉન્ટમાં આ દરમિયાન ઘણા પેટીએમ ટ્રાંજક્શન્સ કરવામાં આવ્યા જેનાથી છેતરપિંડી કરનારાઓએ તમામ રૂપિયા ઉડાવી દીધા હતા. ત્યાર બાદ હેરાન-પરેશાન વિષ્ણુ પોલીસ અને બેંક અધિકારીઓના સંપર્કમાં છે, પરંતુ અત્યાર સુધી કોઈ ફાયદો થયો નથી.

Post a comment

0 Comments