દુનિયાભરનાં લોકો ગુજરાતનાં આ હિલ સ્ટેશનનાં છે દિવાના, તમે જઈ આવ્યાં કે બાકી!!


ભારતીયોને ફરવા માટે વધારે વિચાર કરવાની જરૂરત પડતી નથી. ભારતના પ્રત્યેક રાજ્યમાં કોઇને કોઇ એવી જગ્યા છે જ્યાં જઇને તમને ખૂબ ખુશી મળશે. વિવિધ કલાઓ, સંસ્કૃતિઓથી સંપૂર્ણ દેશમાં ફરવાની ખૂબ મજા પડશે. આવી જ એક જગ્યા છે ગુજરાતનું સાપુતારા..જે ગુજરાતવના ડાંગ જિલ્લામાં સ્થિત છે. તેમજ પશ્ચિમી ઘાટમાં સ્થિત એક પર્યટન સ્થળ છે.

સાપુતારા ગુજરાતનું એક એવુ હિલ સ્ટેશન છે જ્યાં ફરનારાઓને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જવું જોઇએ. સાપુતારા મોનસુન ફેસ્ટિવલ માટે પ્રખ્યાત છે. આ હિલ સ્ટેશન પર તમે ગુજરાતની સંસ્કૃતિને ખૂબ નજીકથી જોઇ શકો છો.


વરસાદમાં અંહીનું વાતાવરણ ખૂબ સુંદર હોય છે. સાપુતારાનો અર્થ છે સાંપોનું ઘર.. અંહી બગીચામાં મોટા મોટા સીમેન્ટના સાંપ બનાવવામાં આવ્યા છે. અંહીના જંગલોમાં સાંપની અલગ-અલગ પ્રજાતિઓ પણ રહેલી છે.

તમને જણાવી દઇએ કે આ વર્ષે અંહી મૉનસુન ફેસ્ટિવલ 12 ઓગસ્ટને શરૂ થયો છે. તે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. વરસાદ દરમિયાન આ હિલ સ્ટેશન વધારે રમણીય અને સુંદર લાગે છે. આ વાતાવરણમાં અંહી ચારેય તરફ લીલોતરી અને ઝરણા વાળા દ્રશ્ય જોવા મળે છે.

તમે અંહી હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ, રૉક ક્લાઇમ્બિંગનો પણ લુત્ફ ઉઠાવી શકો છો. આ ફેસ્ટિવલમાં સાંજના સમયમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.


ધાર્મિક દ્રષ્ટિથી પણ સાપુતારાને એક બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન રામે તેમના કાળમાંથી 11 વર્ષ અહીં પસાર કર્યા હતા. ફેસ્ટિવલ સિવાય અંહી તમે આખું શહેર ફરી શકો છો. જ્યાં તમે ઇકો પોઇન્ટ, ગંધર્વપુર, આર્ટિસ્ટ ગામ, ગીરા ફૉલ્સ, નાગેશ્વર મહાદેવ, રોઝ ગાર્ડન, સાપુતારા લેક, સાપુતારા ટ્રાઇબલ, મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ અને નેશનલ પાર્ક જેવી જગ્યા પર સમય પસાર કરી શકો છો.


સાપુતારાની જળવાયુ ખૂબ સ્વચ્છ અને સુંદર માનવામાં આવે છે. અહીં ઘણા લોકો શુદ્ઘ જળવાયુંનો લુત્ફ ઉઠાવવા આવે છે. પ્રવાસીઓ બોટ રાઇડિંગ અને રોપ-વેની પણ મજા માણી શકે છે. સાપુતારાનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન વધઇ છે. જે આ વિસ્તારથી આશરે 50 કિમીની દૂર છે. અહીં પહોંચવા માટે નજીકની જગ્યા વડોદરા છે. અહીંથી સાપુતારા 280 કિમી દૂર છે. જ્યારે સૂરતથી પણ તમે અહીં સહેલાઇથી આવી શકો છો. સુરત અહીંથી 164 કિમી દૂર છે.

Post a comment

0 Comments