આ નવરાત્રિએ તમારી રાશિ અનુસાર કરો ભગવતીની પૂજા, ગ્રહોનાં તમામ દોષ દૂર થશે


સનાતન ધર્મમાં નવરાત્રિનું ખુબજ મહત્વ રહેલું છે. નવરાત્રિના નવ દિવસને ખુબજ શુભ માનવામાં આવે છે. ખુબજ પવિત્ર એવા નવલાં નોરતા માતાજીને ખુબજ પ્રિય છે. નવરાત્રિમાં પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

માન્યતા છે કે નોરતાના દિવસોમાં માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે. શારદીય નવરાત્રિએ વિશેષ સંયોગ રચાય છે જો રાશિ અનુસાર પૂજા અર્ચના કરશો માતાજી તમારા પર જરૂર કૃપા કરશે.


મેષ

મેષ રાશિના જાતકોએ માતા દુર્ગાને લાલ ફૂલ અને સફેદ મિષ્ઠાન અર્પણ કરવું જોઈએ. મનોકામના પૂર્ણ કરવા સ્કંદમાતાની પૂજા કરવી જોઈએ. દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલિસાનો પાઠ કરવાથી લાભ થશે.

વૃષભ

વૃષભ રાશિના જાતકોએ માં દૂર્ગાનાં મહાગૌરી રૂપની પૂજા કરો, સોપારી, ચંદન અને સફેદ ફૂલ ચડાવો. મિસરી અને સફેદ બરફી ધરાવો.

મિથુન

મિથુન રાશિના જાતકોએ બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ, કેળા અને કપૂર ધરાવો.


કર્ક

કર્ક રાશિના જાતકોએ માં ભવાની શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ. પતાશા, ચોખા અને દહીં અર્પણ કરો. સાથે માતા લક્ષ્‍મીના સહસ્ત્રનામનો પાઠ કરો.

સિંહ

સિંહ રાશિના જાતકોએ માતા રાણી કુષ્માન્ડા દેવી સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. કેસર, કપૂરની આરતી કરો.

કન્યા

કન્યા રાશિના જાતકોએ માં ભગવતી બ્રહ્મચારિણીની પૂજા કરવી જોઈએ. ફળ, પાન, ગંગાજળ અર્પણ કરો. ખીરનો ભોગ ધરાવો.

તુલા

તુલા રાશિના જાતકોએ માં દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવી જોઈએ. માખણ મિસરીનો ભોગ ધરાવો.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકે જગત જનની સ્કંદમાતાના સ્વરૂપની પૂજા કરવી જોઈએ. લાલ ફૂલ અને ચંદન લગાવી કપૂરથી આરતી કરવી જોઈએ. લાલ રંગની મીઠાઈ માતાને ધરવી જોઈએ.

ધન

ધન રાશિના જાતકે માતા રાણી ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને હળદર, કેસર,પીળા ફૂલ અને તલને અર્પિત કરો.

મકર

મકર રાશિના જાતકે કાળરાત્રિના સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને સરસવનું તેલ, ફૂલ, કુમકુમ અર્પિત કરો.

કુંભ

કુંભ રાશિના જાતકોએ માં ભવાની કાળરાત્રિની પૂજા કરવી. દેવી કવચનો પાઠ કરો. ભોગમાં માતાને હલવો ધરાવો.

મીન

મીન રાશિના જાતકોએ જગત જનની માં ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ અર્પણ કરવા. બગલામુખી મંત્રનો જાપ કરવો.

Post a comment

0 Comments