પાર્લર માં પેડિક્યોર ની જરૂર નથી હવે, ઘરે આવી રીતે રાખો સંભાળ


 જેવી રીતે ચહેરા ની ખુબસુરતી માટે અને ગ્લો રાખવા માટે નિયમિત રૂપ થી ક્લિનીંગ અને ફેસિયલ જરૂરી છે તેવી રીતે પગ ને પણ સાફ રાખવા અને કુમળા રાખવા માટે અને નખ ની જાળવણી માટે પેડિક્યોર જરૂરી છે. એવા માં મહિના માં 1 વાર તો ઓછા માં ઓછું પેડિક્યોર જરૂર થી કરાવવું જોઈએ. ખાસ કરી ને જો વરસાદ ના માહોલ માં પગ નું જો ધ્યાન રાખવા માં ના આવે તો પગ માં ઇન્ફેક્શન પણ થઇ શકે છે.

ઘરે બનેલા આ પેક નો કરો ઉપયોગ

પેડિક્યોર કરવાથી ધૂળ અને બેક્ટેરિયા પણ સાફ થઇ જાય છે જેનાથી ઇન્ફેક્શન થતું અટકે છે અને પગ માંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. પરંતુ દર વખતે પાર્લર અથવા તો સલુન માં જઈને પેડિક્યોર પાછળ હજારો રૂપિયા ખર્ચ કરવાની જરૂરત નથી. અમે તમને જણાવીશુ કૈક આવાજ સરળ અને ઘરેલુ નુસ્ખા જેનાથી તમે તમારા પગ ને આસાની થી બનાવી શકો છો મુલાયમ અને ઇન્ફેક્શન ફ્રી....


મુલતાની માટી ની પેસ્ટ

ડેડ સ્કિન થી છુટકારો મેળવવા માટે મુલતાની માટી ઘણી જ ફાયદાકારક છે. સાથે જ તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે અને ચામડી પણ મુલાયમ રહે છે. મુલતાની માટી માં લીમડા નો પાવડર અને લેવેન્ડર ઓઇલ ને નાખી ને પેસ્ટ બનાવી ને તેને પગ ઉપર અને આંગળી ની વચ્ચે બરાબર લગાવો અને 30 મિનિટ સૂચિ સુકાવા દો. પછી પગ ને પાણી થી સાફ કરી લો તેનાથી પગ મુલાયમ થઈ જશે.

લીંબુ નો રસ લગાવો

લીંબુ કુદરતી એન્ટિબાયોટિક્સ નું કામ કરે છે જે ઇન્ફેક્શન અટકાવે છે. એવા માં જો વરસાદ ના કારણે પગ માં તમને ખંજવાળ ની સમસ્યા રહેતી હોય તો લીંબુ ના રસ માં વિનેગર અને ગ્લિસરીન ને ભેળવી ને પગ  ઉપર લગાવો. આંથી પણ વરસાદ ના કારણે પગ માં આવતી ખંજવાળ અને ઇન્ફેક્શન થી રાહત થાય છે.


એન્ટી બેક્ટેરિયલ લોશન

હૂંફાળા પાણી માં એન્ટી બેક્ટેરિયલ લોશન ને અથવા તો લીકવીડ ને નાખી ને પગ ને તેમાં ડુબાડો અને પ્યુમિક સ્ટોન થી ઘસી ને સાફ કરો. ત્યાર બાદ પગ ને સાફ કરી ને થોડી વાર ખુલ્લા રહેવા દો અને ત્યાર બાદ મોઇશ્વરાઈસિંગ ક્રીમ લગાવી દો. પગ ને મુલાયમ રાખવા માટે લેક્ટિક એસિડ અને ગ્લાઇકોલોક એસિડ મોઇશ્વરાઈસિંગ નો ઉપયોગ કરવો.

ગરમ પાણી માં મીઠું નાખી ને

અઠવાડિયા માં ઓછામાં ઓછું એક વાર ગરમ પાણી માં મીઠું નાખીને અડધા કલાક માટે પગ તેમાં ડુબાડી રાખી ને બરાબર સફાઈ કરાવી જોઈએ. તેનાથી બધી જ ગંદકી અને બેકટેરિયા પણ દુએ થઇ જશે અને વરસાદ માં તમારા પગ રહેશે ઇન્ફેક્શન ફ્રી ... 

Post a comment

0 Comments