જ્યારે ટચસ્ક્રીન કામ ન કરે અજમાવો આ ટ્રીક, જાણો


કેટલીક વખત સ્માર્ટ ફોનની સ્ક્રીન કામ કરતી નથી

કેટલીક વખત આપના સ્માર્ટ ફોનની ટચ સ્ક્રીન એકાએક કામ કરવાનુ બંધ કરી નાંખે છે. કેટલીક વખત તમને આશ્ચર્ય થાય છે કે સ્ક્રીન તુટી નથી તેના પણ પાણી પણ પડ્યુ નથી ત્યારે આવી સ્થિતીમાં ટચસ્ક્રીન સારી રીતે કેમ કામ કરી રહી નથી.


ટચસ્ક્રીન સારી રીતે કામ ન કરે તો કેટલાક પગલા લઇ શકાય છે. જો આવુ થાય તો ફોનને રિબુટ કરી શકાય છે. સૌથી પહેલા તો તરીકો એ છે કે ફોનને બંધ કરીને ફરી શરૂ કરવામાં આવે એટલે કે રિબુટ કરવાની જરૂર હોય છે. તમે આને સ્વીચ ઓફ કરીને સ્ટાર્ટ પણ કરી શકો છો. જો સોફ્ટવેયર અથવા તો કોઇ અન્ય એપની મદદથી ટચસ્ક્રીનમાં પરેશાની છે તો આના કારણે રિબુટ કરવામાં આવ્યા બાદ દુર થઇ શકે છે. જો શક્ય હોય તો ફોનને એક વખતે સેફ મોડમાં રિબુટ કરી શકો છો.


જો ટચ સ્ક્રીન રિબુટ કરવામાં આવ્યા બાદ પણ કામ કરી રી નથી તો તમે ફોનના સ્ક્રીન પ્રોટેક્ટરને દુર કરીને ચેક કરી શકો છો. કેટલીક વખત પ્રોટેક્ટરના સ્ક્રેચ અને રિંકલ્સના કારણે એયર ગેપ બની જાય છે. સ્ક્રીનની લેટેન્સી પણ વધારી શકાય છે. કેટલાક થર્ડ પાર્ટી એપની મદદથી તમે તમારા ફોનની ટચસ્ક્રીનની લેટેન્સી વધારી શકો છે.


ટચસ્ક્રીન રિયેર નામના એન્ડ્રોઇડ એપની મદદથી લિન્ક કરીને સહાય મેળવી શકાય છે. જો ટચ સ્ક્રીન કામ કરી રહી નથી તો તમે તમારા ફોનને હેન્ડલ કરવા ઇચ્છો છો તો તેના માટે તમે તેની સાથે એક એક્સટર્નલ કિબોર્ડ અને માઉસ પણ જોડી શકો છો. આ ઉપરાંતક કેટલીક એવી એપ પણ છે જે વોયસ એક્સેસ અને ફેશિયલ એક્સપ્રેશનના હિસાબથી કામ કરે છે. બે એપ વોયસ એક્સસેસ અને ફેશિયલ માઉસના લિન્ક રહેલા છે. જેના પર ધ્યાન આપી શકાય છે.

Post a comment

0 Comments