શું તમે જાણો છો કેમ મોદક ગણેશજીના ફેવરિટ છે?, જાણો


ભગવાન ગણેશને પ્રસાદ તરીકે મોદક અતિપ્રિય છે. ગણેશજીની તમામ તસ્વીરમાં તેમના હાથ એક મોદક
ચોક્કસથી દેખાય છે.

ગણપત્યથર્વશીર્ષમાં લખવામાં આવ્યુ છે કે, જે ભક્ત ગણેશજીને એક હજાર મોદકનો ભોગ ચઢાવે છે, તેમણે ગણેશજી ઇચ્છે તે ફળ પ્રદાન કરે છે અને તે ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

તમે જાણતા જ હશો કે ગણેશજીનો એક દાંત તૂટેલો છે, માટે જ તેમને એકદંત કહેવામાં આવે છે. મોદક ખાવામાં સોફ્ટ હોય છે, માટે દાંત તૂટેલો હોવા છતાં ગણેશજી તેને સરળતાથી ખાઇ શકે છે. આ કારણે ગણેશજીને મોદક અત્યંત પ્રિય છે.


સ્વાસ્થ્ય સાથે પણ છે સંબંધ:

મોદકમાં શુદ્ઘ લોટ, ઘી, મેંદો, ગોળ અને નારિયેળથી બનવવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે પણ મોદક ઘણા ગુણકારી હોય છે. આ જ કારણે તેને અમૃતતુલ્ય માનવામાં આવે છે.

પૂરાણ અનુસાર, દેવતાોએ અમૃતિથી બનેલો એક મોદક દેવી પાર્વતીને ભેટ કર્યો હતો. ગણેશજીએ જ્યારે માતા પાર્વતી પાસેથી મોદકના ગુણ જાણ્યા તો તેમને ખાવાની તીવ્ર ઇચ્છા થઇ અને પ્રથમ પૂજ્ય બનીને ચતુરાઇથી તે મોદક મેળવી લીધું. આ મોદક ખાઇને ગણેશજીને અપાર સંતુષ્ટિ થઇ અને ત્યારથી તેમનું પ્રિય ભાણું બની ગયુ.


ગણેશજીના હાથમાં મોદકનું મહત્વ:

ઉલ્લેખીય છે કે, યજુર્વેદમાં ગણેશજીને બ્રહ્માંડના કર્તા-ધર્તા માનવામાં આવે છે. તેમના હાથમાં મોદક બ્રહ્માંડનું સ્વરૂપ છે, જેણે ગણેશજીએ ધારણ કર્યુ છે. પ્રલયકાળમાં ગણેશજી બ્રહ્માંડ રૂપી મોદક ખાઇને સૃષ્ટિનો અંત લાવે છે અને પછી સૃષ્ટિના આરંભમાં બ્રહ્માંડમાં રચના કરે છે. ગણેશ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે ગણેશજી પરબ્રહ્મ છે.


મોદકનો અર્થ:

ગણેશજીને શાસ્ત્રો અને પુરાણોમાં મંગળકારી માનવામાં આવ્યા છે. મોદક ગણેશજીના વ્યક્તિત્વને દર્શાવે છે. મોદકનો અર્થ થાય છે કે, આનંક આપનાર. ગણેશજી મોદક ખાઇને આનંદિત થઇ જાય છે અને ભક્તોને પણ આનંદિત કરે છે.

Post a comment

0 Comments