મારી કોઇએ માંફી માંગવાની જરૂર નથી, કોઇએ વચ્ચે પડવું નહીંઃ મોરારિબાપુ


મોરારિ બાપુએ નીલકંઠને લઈ આપેલા નિવેદન બાદ મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ હજુ પણ સમાવવાનો નામ નથી લઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે મોરારિ બાપુએ મૌન તોડ્યું છે. મોરારિ બાપુએ કહ્યું મારી માફી માગવાની જરૂર નથી.

નીલકંઠ વિવાદ વચ્ચે મોરારિ બાપુએ મૌન તોડ્યું. મારીમાફી માગવાની જરૂર નથી: મોરારિ બાપુ, ભીખમાં મળે તેને માફી ન કહેવાયઃ મોરારિ બાપુ


મોરારિ બાપુએ નીલકંઠવર્ણી વાળા નિવેદનનો વિવાદ હજુ સમેટાયો નથી ત્યાં મોરારિ બાપુના ફરી એકવાર નિવેદનને કારણે વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. મોરારિ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર સીધો પ્રહાર કરતા કહ્યું કે માફી માગવી હોય તો સનાતન ધર્મની માગો. ભીખમાં મળે તેને માફી ન કહેવાય. થોડા સમય પહેલા જ સાધુ સંતોની મળેલી એક બેઠકમાં બન્ને પક્ષે સમાધાન થઈ ગયું હતું.


સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી પ્રેસ નોટ બહાર પાડીને કોઈ વિવાદીત નિવેદન ન આપવા કહેવાયુ હતું. પરંતુ ત્યારબાદ મોરારિ બાપુના સમર્થનમાં કેટલાક કલાકારોએ પોતાના રત્નાકાર એવોર્ડ પરત કર્યા હતા. જેના કારણે ફરી વિવાદ વકર્યો હતો. હવે મોરારિ બાપુએ ફરી નિવેદન આપ્યું છે. ત્યારે વિવાદને ફરી વેગ મળ્યો છે.


મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કથાકાર મોરારિબાપુના નીલકંઠવર્ણી વાળા નિવેદન બાદ ચોતરફ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ તેનો ઉગ્ર વિરોધ કરાયો હતો. જેને લઇને મોરારિબાપુએ મિછ્છામી દુક્કડમ કહીને માફી પણ માંગી હતી. પરંતુ તે છતા પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી હતી. સ્વા. સંપ્રદાયો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી કે મોરારિબાપુ ભગવાન સ્વામિનારાયણની નામજોગ માફી માગે.


જેને લઇને મોરારિ બાપુના સમર્થકોમાં પણ રોષની લાગણી પ્રસરી હતી.આ દરમિયાનસ્વામિ. સંપ્રદાયના સાધુ સંતોના નિવેદનો આવ્યા હતા. જેને લઇને મોરારિ બાપુના સમર્થનમાં અનેક કલાકારો, સાહિત્યકારો, લેખકોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા હતા. મોરારિ બાપુના સમર્થનમાં અનેક સંતો-મહંતો આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર મોરારિ બાપુનું નિવેદન સામે આવ્યું છે.

Post a comment

0 Comments