લાંબી મુસાફરી કર્યા બાદ તમારો થાક આવી રીતે દૂર કરો


કેટલાક લોકોને મુસાફરી દરમિયાન થાક અને ઉલ્ટીઓની ફરિયાદ થતી હોય છે. ખાસ કરીને મહિલાઓમાં ઉલ્ટીના વધુ કેસ સામે આવે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન માથુ દુખવુ કે માથુ ભારે થઇ જવુ, બેચેની લાગવી જેવી ફરિયાદો પણ જોવા મળે છે. તો અમે જણાવીએ મુસાફરી બાદ કેવી રીતે થાક દૂર કરશો.

આપણે ઘણીવખત જોયુ છે કે કેટલાક લોકોને મુસાફરી દરમિયાન થાક અને ઉલ્ટીઓની ફરિયાદ થતી હોય છે. ખાસ કરીને મહિલાઓમાં ઉલ્ટીના વધુ કેસ સામે આવે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન માથુ દુખવુ કે માથુ ભારે થઇ જવુ, બેચેની લાગવી જેવી ફરિયાદો પણ જોવા મળે છે. આ બાબતને મોશન સિકનેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા સમયે કેટલીક સાવધાનીઓ રાખીને તમે આ સમસ્યાથી બચી શકો છો.


લીંબુ પાણી

ઘરથી નીકળતા પહેલા લીંબુ પાણી પી લો. મુસાફરી દરમિયાન થાક જેવુ લાગેતો લીંબુ ચાટી શકો છો. તેનાથી ઉલ્ટીમાં પણ રાહત મળશે.

જીરા વોટર

જીરાને તવી પર સહેજ શેકીને તેનો પાવડર બનાવી લેવો. હવે એક ચમચી જીરા પાવડરને એક કપ પાણીમાં ભેળવો અને મુસાફરી શરુ કરતા પહેલા પી લો. તેનાથી યાત્રા દરમિયાન ઉલ્ટીની ફરિયાદ નહી રહે.


વરિયાળી ખાવ

યાત્રા શરુ કરતા પહેલા વરિયાળી ખાઇને નીકળો. થોડી વરિયાળી પણ પોતાની સાથે રાખો. મુસાફરી દરમિયાન જો તમને ઉલ્ટી જેવુ થાય કે ચક્કર આવે તો થોડી વરિયાળી ખાઇ લો. તેનાથી તમને આરામ મળશે.


એપલ વિનેગર

લાંબી મુસાફરી પર જતા હો તો એપલ સિડર વિનેગરને એક કપ પાણીમાં નાંખીને કોગળા કરો. તેનાથી યાત્રા દરમિયાન બેચેની કે ગભરામણ જેવી સમસ્યામાંથી છુટકારો મળશે.


ફુદીના- આદુની ચા

ફુદીના અને આદુને ચાવીને પણ ઉલ્ટીઓની સમસ્યાથી બચી શકાય છે. આ સિવાય તમે ફુદીના કે આદુની ચા પણ પી શકો છો. તેનાથી પણ તમને મુસાફરી દરમિયાન ઉલ્ટીઓ નહી થાય. તમે આદુનો મુખવાસ પણ સાથે રાખી શકો છો. સંચળ વાળુ આદુ મોંમા રાખવાથી પણ તમને રાહત મળશે. તેનાથી પેટમાં પણ સારુ રહેશે અને ડાઇજેશન પણ સારુ થશે.


કાળા મરી અને લીંબુનો રસ

એક કપ ગરમ પાણીમા અડધુ લીંબુ નીચોવીને તેમાં ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરો. આ મિશ્રણને પીને જ ઘરમાંથી બહાર નીકળો. મુસાફરી શરુ કરતા પહેલા તેને ખાસ ન ભુલો. યાત્રા દરમિયાન થતી દરેક સમસ્યામાંથી તમને આરામ મળશે અને તમે ખુબ જ સારો અનુભવ કરશો.

Post a comment

0 Comments