સવારે વેહલા ઉઠવાથી થતાં ફાયદાઓ વિષે જાણો


આપણે ત્યાં સદીઓથી બ્રહ્મમુહૂર્તમાં ઉઠી જવાની પ્રથા હતી. લોકો ખુબજ સાદગીથી જીવતા અને વહેલા સુઈને સવારે ખુબજ વહેલા ઉઠી જતાં આનાથી તેમના જીવન પર ખુબજ સારી અસર થતી. આજકાલ આપણે આનાથી ઉલ્ટુ કરીએ છીએ અને પછી ખુબજ મોટું નુકસાન કરી બેસે છે. સવારે વહેલા ઉઠવું પડે તો ઉઠાતું નથી કેમકે રાત્રે મોડે સુધી જાગતા રહે છે અને પછી સૂર્યોદય થાય ત્યારે ઉઠવુ અશક્ય થઈ જાય છે.

સૂર્ય ઉદય પછી ઉઠતા માનસિક જ નહી શારીરિક સમસ્યાઓ પણ આવે છે. સવારે મોડે સુધી પથારીમાં પડ્યા રહેવાથી માનસિક રોગ, મોટાપો, આળસ,હૃદય સંબધી સમસ્યાઓ થાય છે. સમય પર ઉઠી જવાથી અને સુઈ જવાથી કેટલીયે ગંભીર બીમારીઓને દૂર રાખી શકાય છે. તો આજે આપણે જાણીશું સવારમાં વહેલા ઉઠવાના ફાયદા.

મોડી રાત્રે જાગવાથી થતું નુકસાન

જો તમે લાંબુ આયુષ્ય ભોગવવા માંગતા હોતો રાત્રે વહેલા સુઈ જાઓ. મોડી રાત્રે જાગવાથી ડાયાબીટીસ, પેટ અને શ્વાસની તકલીફ, માનસિક વિકાર ઓછી ઉંઘ જેવી સમસ્યાઓ થાય છે. મોડી રાત્રે જાગવું અને સાથે સાથે ધૂમ્રપાન, શરાબ, ડ્રગ્સનું સેવન પણ ખતરનાક પુરવાર થાય છે.

સવારે વહેલા ઉઠવાના ફાયદા

સવારે વહેલા ઉઠી જવાથી અને સાથે સાથે મનગમતી પ્રવૃત્તઓ કરવાથી આખો દિવસ તાજગી અનુભવી શકશો. સવારે તાજી હવા શ્વાસમાં ભરશો તો અને થોડી કસરત કરશો તો આખો દિવસ ચુસ્ત રહેશો. કામ કરશો તેમાં પણ મન લાગશે અને જરૂરી એનર્જી મેળવી શકશો.

મન તંદુરસ્ત હશે તો શરીર પર તંદુરસ્ત રહેશે અને કામ કરવામાં પુરતી તાકાત મળી રહે છે. સવારે વહેલા ઉઠશો તો થોડો સમય પોતાની જાત સાથે પણ ગાળી શકશો. તેનાથી વિચારવાની શક્તિ વિકસશે. એક સરખી જીંદગી જીવવાથી કંટાળો આવે છે સવારે વહેલા ઉઠશો તો અનેક ફાયદાઓ થશે.

Post a comment

0 Comments