નવરાત્રી પહેલાં આ 6 વાતોનું જરૂર રાખો ધ્યાન


નવરાત્રીમાં માતાની સ્થાપના પહેલા આ વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ કઈ છે આ વાતો..

દુર્ગા માતાના રૂમમાં હોવો જોઈએ આ રંગ

દુર્ગા માતાની સ્થાપના જે રૂમમાં કરવાની હોય ત્યાં હળવા પીળા, ગુલાબી અથવા લીલો રંગ હોવો જરુરી છે. તેનાથી રૂજારૂમમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. આ દિશામાં મુખ રાખી કરો માં ની પૂજા.

હંમેશાં પૂર્વ દિશા તરફ મુખ રાખી માં ની પૂજા અર્ચના કરો. તેનાથી આપણી ચેતા જાગૃત થાય છે. જ્યારે તમે દક્ષિણ તરફ મુક રાખીને પૂજા કરો છો તો માનસિક શાંતિ પ્રાપ્ત થશે.


સ્વસ્તિક જરૂર બનાવો પૂજા પ્રારંભ કરતા પહેલાં પૂજાસ્થળ પર સ્વસ્તિક જરુર બનાવો. શુભ કામ કરતા પહેલા સિંદુર કે હળદરથી સ્વસ્તિક બનાવવામાં આવે છે.

ઘર ખાલી ન છોડશો

નવરાત્રીમાં કાલશ સ્થાપન અને અખંડ દીપ પ્રગટાવ્યા બાદ ઘરને ખાવી ન રાખશો. તે સમયે ઘરને તાળું લગાવી બહાર ન જવું જોઈએ.


દિવસે ન ઉંઘશો

નવરાત્રીમાં તમારી ઉંઘ પણ ઘણી મહત્વની હોય છે. માન્યતા છે કે આ દિવસોમાં દિવસે ન સૂવપં જોઈએ.

કપડાં

માન્યતા છે કે નવરાત્રીમાં કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. નવરાત્રીના 9 દિવસ દરમિયાન કાળા કપડા રહેરવાથી દૂર રહો.

Post a comment

0 Comments