6 વર્ષ ની આ છોકરીએ ખરીદ્યું પોતાના પૈસાથી 55 કરોડ નું ઘર


 એ ઉમર જયારે આપણે હોમવર્ક માં બીજી હતા

તમે તમારી અત્યાર સુધી ના બચત ના પૈસા થી સૌથી મોંઘુ શું ખરીદ્યું છે? ચાલો બીજી વાત મહિના ના અંત સુધી માં તમે કેટલા પૈસા ની બચત કરી ? ખરેખર આ સવાલ સાંભળી ને ચહેરા ઉપર ઉદાસી આવી જાય છે. તો બીજી એક વાત સાંભળી ને તમારા હોશ પણ ઉડી જશે.

એક એવી છોકરી કે જેની ઉમર માત્ર 6 વર્ષ છે કે જે ઉમર આ આપણે બધા રમતા હતા અને હોમવર્ક માં બીજી રહેતા હતા પરંતુ આ બાળકી એ પોતાના પૈસાથી આ ઉમર માં એક ઘર ખરીદી લીધું અને તે પણ 55 કરોડ જેવી મોટી રકમ ચૂકવી ને.

દક્ષિણ કોરિયા ની રહેવા વળી છે બોરમ

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ 6 વર્ષ ની બાળકી નું નામ છે બોરમ. તે દક્ષિણ કોરિયા ના સિયોલ ની રહેવાસી છે. બોરમ યુ ટ્યૂબર છે. સોશ્યિલ મીડિયા તેની માસુમિયત અને વાતો ની અદા ઉપર ફિદા છે. ખાસકરીને બાળકો માં બોરમ ખુબજ પ્રખ્યાત છે કારણ કે તે રમકડાં ના રીવ્યુ આપે છે.


સિયોલ માં ખરીદ્યું 5 માળ નું ઘર

બોરમે સિયોલ ના એક ફેમસ વિસ્તાર માં નવું ઘર ખરીદ્યું છે. જકાર્તા પોસ્ટ ના રિપોર્ટ પ્રમાણે બોરમ નો પરિવાર જ તેની ચેનલ ને ઓપરેટ કરે છે. બોરમ રમકડાના રીવ્યુ આપે છે અને તેની પોપ્યુલારિટી ના લીધે સારી એવી કમાણી પણ કરી લે છે. આ પરિવારે હાલ માંજ સિયોલ ના ગંગનમ વિસ્તાર માં 5 મળનું 55 કરોડ નું મકાન ખરીદ્યું છે.

બે યુ ટ્યૂબ ચેનલ ઉપર નજર આવે છે બોરમ

રિપોર્ટ પ્રમાણે બોરમ નું ઘર 2780.32 સ્કવેર ફૂટ નું છે. બોરમ યૂટ્યૂબ ની બે ચેનલ નજર આવે છે. તેના એક ચેનલ નું નામ Boram Tube ToysReview અને boram Tube Vlog છે. આ બંને સૌથી વધારે પ્રોફિટ કમાવા વાળા યૂટ્યૂબ ચેનલ છે.


દર મહિને લગભગ 21 કરોડ રૂપિયા ની કમાણી

યૂટ્યૂબ  ના જાણકાર માને છે કે બોરમ દર મહિને લગભગ 3.1 મિલિયન ડોલર એટલે કે 21 કરોડ રૂપિયા કમાય છે. આમાથી Boram TYUbe Vlog ઉપર બોરમ ના આખા દિવસ ના નાના નાના વિડિઓ શેર થાય છે અને તેમાં નવા રમકડાં નું અનબોક્સીંગ પણ બતાવવા માં આવે છે. બોરમ આ રમકડાં થી રામે છે અને દર્શક ને તેના વિષે જાણકારી પણ આપે છે.

Post a comment

0 Comments