જાણો, 30/09/2019 ને સોમવાર ના રાશિફળ વિશે


મેષ

આજ આપ પોતાના દોસ્તોની સાથે ખૂબ નાચવા ગાવામાં વ્યસ્ત રહેશો. આપના દોસ્ત આજે આપના ઘરે પણ આવી શકે છે. એમનું દિલથી સ્વાગત કરો. એમને મળવાથી આપનો તનાવ સાવ ખત્મ થઈ જશે. એમની સાથે મળીને આપ પોતાની જુની યાદો ને તાજી કરી શકશો જેનાથી આપને ખૂબજ ખુશી થશે.

વૃષભ

આજે આપ સામાજીક રૂપે થોડાક વ્યસ્ત રહેશો. આપ કદાચ પોતાના જુના દોસ્તોને યાદ કરી રહ્યા છો. એમને મળીને આપને ખૂબજ ખુશી થશે આપ પોતાના કામમાં વૃદ્ધિ થવાથી ખૂબ ઉત્સાહિત છો. આપના ઘરે પણ ખુશીઓનું વાતાવરણ રહેશે.

મિથુન

આજે આપ સામાજીક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત રહેશો પછી ભલે તે દોસ્તોની સાથે કૉફી પીવા ક્યાંક બાહર જવાનું હોય કે પછી રાતનું ખાવાનું ખાવાનું હોય. આ આપને માટે મઝા કરવાનો સમય છે. આથી આપ પોતાનો તનાવ પુરી રીતે ભૂલી જશો. આ સમયનો ઉપયોગ નવા દોસ્ત બનાવવામાં કરો અને જુના દોસ્તોથી પોતાના સંબંધો વધુ મજબુત કરવાની કોશીશ કરો.

કર્ક

આજે આપ માનસિક શાંતિ મેળવવા ચાહશો. શાંતિ તો આપની અંદરમાંજ છે. એને બહાર ગોતવાની જગ્યાએ પોતાની અંદર ગોતો. એની શરૂઆત આપ યોગથી કરી શકો છો. એના પરિણામથી આપને ખૂબજ ખુશી થશે.

સિંહ

આજે આપ પોતાને કોઈ ખરાબ સંગતમાં ફસાયેલો જોશો જેથી આપની છબી બગડી શકે છે. હવે આપે જરા બચીને ચાલવું જોઈએ કારણકે માણસ પોતાની સંગતથી ઓળખાય છે. ખરાબ લોકોના સાથથી આપને ઘણું નુકશાન થઈ શકે છે.

કન્યા

આજે આપનું મન કરશે કે ક્યાંય બહાર જઈએ અને લોકોને મળીયે. આજે આપ પોતાની જીંદગીની બાબતમાં થોડાક તનાવમાં છો. આપ પોતાના દોસ્તોની સાથે ક્યાય બહાર ફરવા કેમ નથી જતાં જો આજે આપ કોઈ સામાજીક સમારોહમાં જઈ રહ્યા છો તો ત્યાં આપને ઘણાં બધા લોકોને મળવાની તક મળશે.

તુલા

આજે આપ પોતાને સાચા અર્થમાં જાણવાનો પ્રયત્ન કરશો. આપ પોતાની માન્યતાઓ પર ધ્યાન આપશો. આ રાહ પર ચાલતા રહો કારણકે એનાથી આપને ખૂબ ખુશી મળશે. આપ કોઈ પવિત્ર સ્થાન પર પણ જઈ શકો છો. થોડુંક દાન જરૂર કરજો.

વૃશ્ચિક

આજે આપે પોતાનું ધ્યાન આજુબાજુથી હરાવીને પોતાની જવાબદારીઓ પર લગાવવું જોઈએ. આપ કદાચ આ સમયે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો. પરંતુ આ સમયે આપના પોતાના પરિવારની સાથે સમય વીતાવવો જોઈએ અને એમની પરેશાનીઓ પર ધ્યાન દેવું જોઈએ. આપ પોતાની પ્રાથમિકતાઓને નક્કી કરી લો અને પોતાના કામમાં લાગી જાવ.

ધનુ

આજે આપને કદાચ પોતાના કોઈ સામાજીક મુદ્દા પર ફસાયેલા લાગશે. એમાંથી બહાર નીકળવાને માટે કૂટ નીતિને ઉપયોગ કરો. આ પરેશાની આપને લીધે નથી થઈ તો પણ આપ એમાં ફસાઈ ગયા છો. બસ આપ પોતાની રજુઆત કરવાની કળાનો ઉપયોગ કરો. પોતાની મેળેજ ઠીક થઈ જશે.

મકર

આજે આપ કોઈ તીર્થયાત્રા પર જવાનું વિચારશો. આપનો ઝોક આધ્યાત્મ તરફ રહેશે અને આપના જીવનમાં ધર્મના મહત્વને જાણવા ચાહશો. આ રાહ પર જવાથી આપને ખુશી મળશે.

કુંભ

આજે આપનો ઝોક આધ્યાત્મ તરફ રહેશે. પોતાના અસલી રૂપને ઓળખો અને આધ્યાત્મિક જ્ઞાનને વધારવાનો પ્રયત્ન કરો. આ રાહ પર ચાલવાના આપને ઘણા ફાયદા છે. અને શાંતિ પણ મળશે. એથી અપના આરોગ્યમાં પણ સુધારો થશે.

મીન

આજે આપ આધ્યાત્મની તરફ પ્રભાવિત થશો. આપ પોતાના અંદરની રાહને જાણવા ચાહશો. ઈશ્વરની નજીક આદવાની આપની આ ઈચ્છાથી આપને ખૂબ શાંતિ મળશે. એનાથી આપની પ્રતિભા વધુ નીખરશે.

Post a comment

0 Comments