જાણો, 25/09/2019 ને બુધવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપ થોડાક તનાવમાં રહેશો જેના કારણે આપ પોતાની જવાબદારીઓ પર ધ્યાન દઈ શકતા નથી. આપનું મન પોતાના દોસ્તો પર લાગેલું રહેશે. આપ મોટા ભાગે આપનો સમય એમને સંદેશ મોકલવા પર અથવા એમની સાથે ફોન પર વાત કરવામાં વીતાવશો. એક દિવસની વાત હોય તો ઠીક છે પરંતુ એના કારણે પોતાના જરૂરી કામોને અધૂરા ન છોડશો. સહુની સાથે વાતચીત કર્યા પછી ફરી પોતાના કામ પર લાગી જશો.

વૃષભ

આજે આપ પોતાની જીંદગીના કેટલાયે ક્ષેત્રોની બાબતમાં ચિંતિત રહેશો. આપને લાગશે કે આપે પોતાને માટે જે લક્ષ્‍ય નક્કી કેટલા છે અને પ્રાપ્ત કરવા એટલા સ્હેલા નથી. આપની દોસ્તીમાં પણ તનાવ આવી શકે છે. આપનો હસમુખ સ્વભાવ પણ નિરસ લાગશે.

મિથુન

આજે કદાચ આપ ઘણી ચિંતામાં રહેશો. આપની ચિંતા દૂરકરવાને માટે પોતાના પરિવાર અને દોસ્તોની સાથે થોડાક સમય પસાર કરો. આપની આ ચિંતા કાયમી નથી. એ જલ્દીથી ખત્મ થઈ જશે. આજે આપનું વલણ પોતાના પ્રિયજનોની સાથે સમય વીતાવવા તરફ રહેશે.

કર્ક

આજે આપ આખો દિવસ ચિંતામાં પરેશાન કરેશો આ તનાવનું કારણ જે પણ હોય બસ આપ પોતાની ભાવનાઓને કાબુમાં રાખજો. અને વધારે પરેશાન ન થશો. પરેશાનીઓ તો આવતી જતી રહે છે એનાથી બોધવાક લઈને આગળ વધવું જોઈએ.

સિંહ

આજે આપ પોતાના અધૂરા સપનોને લઈને થોડીક નિરાશા અનુભવશો. નિરાશામાં નકામો સમય ના બગાડશો. બલ્કે વિચારો કે આપ કેવી રીતે પોતાના સપનાને સાકાર કરી શકો છો જો આપ સાચી રીતે અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધશો તો આપ જરૂર સફળ થઈ જશો.

કન્યા

સારી નરસી ભાવનાઓ આપને આજે દુખી કરશે. પોતાના મુડને કાબુમાં રાખીને ખુશ રહેવાનો પ્રયત્ન કરો. આજે આપ એવું કરો જે કરવું આપને સારૂં લાગતું હોય ભલે તે ગાયન ગાવાનું હોય કે ચોપડી વાંચવાની હોય કે પછી દોસ્તોની સાથે ગપ્પા મારવાના હોય.

તુલા

આજે આપ પોતાના રાહ પરની મુશ્કેલીઓ જોઈને થોડાક પરેશાન થઈ જશો. આપ આ પરિસ્થિતિઓથી બચવાને માટે ખૂબજ કોશીશ કરી રહ્યા છો તો પણ પરેશાની આવીજ ગઈ. પોતાના ગુસ્સાને કાબુમાં રાખીને ધીરજ અને સાહસથી આ પરિસ્થિતિઓથી બહાર આવવાનો પ્રયાસ કરો.

વૃશ્ચિક

આજે આખો દિવસ અસંતોષ જ રહેશે. ધીરજથી આ અસંતોષનું કારણ ગોતવાનો પ્રયાસ કરો. પોતાની સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. અંધકારથી ભરેલ આ સમય પણ પસાર થઈ જશે.

ધનુ

આજબ અને ન કહી શકાય એવો ડર આજે આપને હેરાન કરી શકે છે. કોઈ કારણ વગર ડરવાની જરૂર નથી અને નકામા પરેશાન થશો પણ નહી આ ડરનું કોઈ કારણ નથી.

મકર

ભવિષ્યની યોજનાઓ બનાવવાને માટે આ સમય ખૂબજ સાચે છે. આપમાંથી જે લોકો પરેશાનીનાં સામનો કરી રહ્યા છે તેમણે પોતાના વ્યૂહમાં ફેરફાર કરવો જોઈને જેથી આપ પોતાના લક્ષ્‍યોને સ્હેલાઈથી પ્રાપ્ત કરી શકો. આ બધું કરવાને માટે આજથી વધુ સારો બીજો કોઈ દિવસ હોઈ ન શકે. આપનું આ કદમ આપના ભવિષ્યને માટે શુભ ફળદાયક રહેશે.

કુંભ

આજે આપ સમજી નહી શકો કે શું કરવું. શાંતિથી બેસી જાવ અને વિચારો કે આપની આ મુંઝવણનું કારણ શું છે? જરૂર પડે તો કોઈ નજીકના મિત્રથી આ બાબતમા ખુલીને વાત કરો. એથી આપનું મગજ ખુલ્લું થશે.

મીન

આખરે એ વાત આવી ગયો જ્યારે આપે વ્યવસ્થિત થઈ જવું જોઈએ. આજે પોતાની જીંદગીનો સૌથી મુશ્કેર ક્ષેત્ર પસંદ કરી લો. ભલે તે પૈસા, ઘર અથવા પછી કામથી સંબંધિત હોય એની પર કામ શરૂ કરી છો. એ ક્ષેત્રના દરેક પાસાને ઉકેલી લો. કાલથી કદાચ આપ પોતાને એક બીજાજ રસ્તા પર જોશો. આથી ભવિષ્યમાં આપની ઉત્પાદન ક્ષમતા વધશે.

Post a comment

0 Comments