ચેતી જજો! નવા ટ્રાફિક નિયમના ભંગ બદલ એક બાઈક સવારને અધધ.. 23 હજારનો દંડ


મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ હવે કડક નિયમો આવી ગયા છે. દેશભરમાં આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભારે દંડ વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવી રહ્યો છે.

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કરતું બિલ નીતિન ગડકરી દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તેના પાસ થઈ જવાથી ટ્રાફિક નિયમો ભારે કડક થયા છે.


એક કાર્યવાહીનો કિસ્સો ગુરુગ્રામથી સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકને ટ્રાફિક પોલીસે 23000નો ભારે દંડ ફટકાર્યો છે.

આ બાઈક ચાલકે હેલ્મેટ નહોતું પહેર્યું, તેની પાસે ગાડીના કોઈ જ કાગળો નહોતા, ઈશ્યોરન્સ પણ નહોતો, રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ નહોતું જેના લીધે કુલ મળીને ટ્રાફિક પોલીસે અધધ..23 હજારનો ભારે દંડ ફટકાર્યો છે.


નવા નિયમ પર નજર કરીએ દિલ્હીમાં 3900 લોકોને આ નિયમ આવ્યા બાદ દંડવામાં આવ્યા છે. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ના હોય તો ટ્રાફિક પોલીસ 10 હજારનો દંડ ફટકારી શકે છે.


આરસી બુક વિના પણ 10 હજાર સુધીના દંડનું પ્રાવધાન છે. ઈન્શ્યોરન્સ વિના 4 હજાર સુધીના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. જો હેલ્મટે ના પહેર્યું હોય તો 1 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

Post a comment

0 Comments