200 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર કોમેડિયનનું 39 વર્ષની વયે નિધન


તેલુગુ કૉમેડિયન વેણુ માધવનુ 39 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમની હૈદરાબાદના હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને લિવર અને કિડની સાથે સંબંધિત બીમારી હતી જ્યારે તેમની હાલત વધારે ખરાબ થઈ તો મંગળવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


તેલુગુ દેશમા પાર્ટીના ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટ્વીટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર સાથે સંબંધિત જાણકારી અત્યાર સુધી સામે આવી નથી.


ડૉક્ટરના જણાવ્યા અનુસાર વેણુએ બુધવારે બપોરે 12:20 વાગે અંતિમ શ્વાસ લીધા. વેણુ માધવના આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર ટૉલીવુડમાં શોકની લહેર છે. વેણુના ફેન્સ સોશ્યલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


વેણુ માધવે એક મિમિક્રી કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેમને એક કૉમિડિયન તરીકે ફિલ્મોમાં પગ મૂક્યો. તેમણે ફિલ્મ સંપ્રદાયમથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. આ ફિલ્મ 1996માં રિલીઝ થઈ. બાદમાં તેમણે તમિલ અને તેલુગુમાં લગભગ 200 ફિલ્મોમાં અભિનય કર્યો.


તેમની છેલ્લી ફિલ્મ ડૉ.પરમાનંદૈયા સ્ટુડન્ટ (2016માં શૂટ કરવામાં આવી) હતી. ફિલ્મ અત્યારે રિલીઝ થઈ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં વેણુ માધવે રાજકારણમાં પણ રૂચિ દર્શાવી. તેમણે તેલુગુ દેશમ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.


વેણુ માધવનો જન્મ આંધ્ર પ્રદેશમાં નલગોંડા જિલ્લાના કોડાડમાં થયો હતો. વર્તમાનમાં તેઓ તેલંગાણાના સૂર્યપેત જિલ્લામાં રહેતા હતા.

Post a comment

0 Comments