વિશાળ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર જ કેમ ચંદ્રયાન-2 ઉતારશે ઇસરો? જાણો


ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ભારત આજે મોડી રાત્રે ચંદ્ર પર પોતાનું યાન ઉતારશે. આવું કરીને ભારત ચંદ્ર પર ઉતરનારો ચોથો દેશ બની જશે. ઇસરો ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતારશે. 'વિક્રમ લેન્ડર'ની સાથે 'પ્રજ્ઞાન' નામનું રોવર પણ ચંદ્ર પર જઇ રહ્યું છે.

ઇસરોનો દાવો છે કે ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ દેશ પગ રાખશે. ચંદ્ર તો ઘણો મોટો છે, પરંતુ ભારત પોતાનું ચંદ્રયાન-2 દક્ષિણ ધ્રુવ પર જ કેમ ઉતારી રહ્યું છે?


વૈજ્ઞાનિકોનાં અનુસાર ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 દ્વારા એ જાણી શકાશે કે આખરે ચંદ્રની ઉત્પત્તિ અને તેની બનાવટ કેવી રીતે થઇ? આ ક્ષેત્રમાં મોટા અને ઊંડા ખાડા છે. અહીં ઉત્તરી ધ્રુવની અપેક્ષાએ ઓછી શોધ થઇ છે.

 દક્ષિણી ધ્રુવનાં ભાગમાં સોલર સીસ્ટમનાં શરૂઆતી દિવસોનાં જીવો હોવાની સંભાવના છે. ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીનું મેપિંગ કરશે. આનાથી તેના તત્વો વિશે પણ જાણ થશે. ઇસરોનાં જણાવ્યા પ્રમાણે આની પ્રબળ સંભાવના છે કે દક્ષિણી ધ્રુવ પર પાણી મળી.


ઇસરો આજે મોડી રાત્રે ચંદ્રનાં જે દક્ષિણી ધ્રુવ પર પોતાનું લેન્ડર વિક્રમ ઉતારશે, તે ઘણા અર્થે ખાસ છે. અહીં ઘણા મોટા ખાડા છે. આ જ ભાગમાં સૌર મંડળમાં ઉપસ્થિત મોટા ખાડા (ક્રેટર)માંથી એક મોટો ખાડો અહીં છે. આનું નામ સાઉથ પૉલ આઇતકેન બેસિન છે. આની પહોળાઈ 2500 કિમી અને અને ઊંડાઈ 13 કિમી છે.

ચંદ્રનાં આ ભાગનાં ફક્ત 18 ટતા ભાગને પૃથ્વી પરથી જોઇ શકાય છે. બાકીનાં 82 ટકા ભાગની પહેલી તસવીર સોવિયત સંઘે લૂના-3 યાને 1959માં મોકલી હતી. ત્યારે આ ભાગને પહેલીવાર જોવામાં આવ્યો હતો.

Post a comment

0 Comments