ઘરેજ આ 1 ઉપાયથી મોતીની જેમ ચમકી જશે તમારા દાંત


દાંત ફક્ત ખાવાનું ચાવવા માટે નહીં, પરંતુ સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. જ્યારે, પીળા દાંતના કારણે અન્ય લોકોની સામે હસવા અને બોલવામાં શરમ અનુભવવી પડે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે અનેક ટૂથપેસ્ટ બદલીને જોવો છો. પરંતુ તેનાથી કોઇ ફરક પડતો નથી. પરંતુ આજે અમે તમને એવો નુસખો જણાવીશું જેનાથી તમારા પીળા દાંત મોતીની ચમકી જશે. તો જાણો એપ્પલ સાઇડર વિનેગરનો આ અસરકારક ઉપાય..

ઉપાય

- સફરજનનું વિનેગર તમારા દાંતની પીળાશ દૂર કરીને તમારા દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે. જોકે, તે યોગ્ય રીતે દાંતની સફાઇ કરવામાં સક્ષમ છે. તેનાથી તમને એસીડિટી થવા પર પણ પીએચની સમાનતા યોગ્ય રહે છે અને દાંત પહેલાથી પણ વધારે સ્વચ્છ, સફેદ અને ચમકદાર દેખાય છે. એટલું જ નહીં તમારા દાંત ચમકાવવા સહિત તે પેઢાને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.


- તેના વિનેગરથી તમે દાંત ચમકાવવા માટે વધારે કઇ કરવાની જરૂરત નથી, બસ આશરે એક કપ પાણીમાં અડધી ચમચી સફરજનનું વિનેગર લો અને તમારા ટૂથૂબ્રશની મદદથી દાંત પર તેનાથી ત્યાં સુધી બ્રશ કરો, જ્યાં સુધી તમારા દાંત પૂર્ણ રીતે સાફ ન થઇ જાય. દાંતના ડાઘ દૂર કરવાની સાથે જ ધીમે-ધીમે તમારા દાંત પર ચમક પણ આવી જશે.

ધ્યાન રાખવા જેવી કેટલીક ખાસ વાત

- સફરજનના વિનેગરનો ઉપયોગ કરતા સમયે બોટલને યોગ્ય રીતે હલાવો. ત્યાર પછી તેનો ઉપયોગ કરો.

- તેમા પાણી મિક્સ કરવું જરૂરી છે. કારણકે પાણી મિક્સ કર્યા વગર તેનો ઉપયોગ કરવો ગંબીર હોય શકે છે. કારણકે તે પ્રાકૃતિક એસિડ છે.

- તેના વધારે પડતા ઉપયોગથી દૂર રહેવું જોઇએ. સાથે જ દિવસમાં એક વખત જ તેનો ઉપયોગ કરવો જોઇએ. નહીંતર તમારા દાંતને નુકસાન પહોંચી શકે છે.

Post a comment

0 Comments