જાણો, 19/09/2019 ને ગુરુવાર ના રાશિફળ વિશે


મેષ

આજે આપે પોતાના ઉગ્ર સ્વભાવને કાબુમા રાખવો જોઈશે નહિંતર બીજા લોકો આપનાથી અંતર રાખવા લાગશે. પોતાની જીંદગીના મુદ્દાઓને લઈને આપ ખૂબજ ભાવુક થઈ જાવ છો પરંતુ તો પણ પોતાનું મગજ શાંત રાખશો. યાદ રાખો જો આપ મનમો દીધા વગર વર્તશો તો બીજાઓની નજરમાં આપની છાપ બગડી શકે છે.

વૃષભ

આજે ઐપ ધ્યાન રાખજો કે આપ કોની પર ભરોસો કરી રહ્યા છો. આપની ટેળ છે કે આપ આંખ મીંચીને કોઈ પર ભરોસા કરી લો છો પોતાની એ આદતને બદલી નાંખો નહિતર કોઈક દિવસ આપે પસ્તાવું પડશે તથા આપ કાંઈક મુશીબતમાં ફસાઈ શકો છો. કોઈ પણ નિર્ણય લેતી વેળાએ પોતાના અંતરની અવાજ સાંભળો. જો સામેવાળી વ્યક્તિ આપને સારી લાગે તો પણ પોતાની જીંદગીનું સુકાન એના હાથમાં ન સોંપતા.

મિથુન

આજે આપને લાગશે કે આપ પોતે બીજાઓના ખરાબ પહેવારથી દુખી છો. આપે પુરો પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ નક્કામી વાતમાં ન પડો અને પોતાની જવાબદારીને સંપૂર્ણ રીતે નિભાવો. પરિસ્થિતિને કાબુમાં રાખવાને માટે આપ બીજાઓના વહેવારને તો કાબુમાં નથી રાખી શકતા પરંતુ પોતાના વહેવારને તો કાબુમાં રાખવો તો આપના વશમાં છે.

કર્ક

આજે આપ જે કંઈ નિર્ણય લો એ સમજી વિચારીને લેજો કારણ કે પછીથી ઉતાવળમાં લીધેલ નિર્ણય બદલ આપે પસ્તાવું ન પડે. પોતાનો માર્ગ ઉતાવળમાં ના પસંદ ન કરશો નહિતર આપને લાગશે કે આપે ખોટો નિર્ણય લીધો છે. સમજી વિચારીને લીધેલ નિર્ણય આખરે આપને ખુશી આપશે.

સિંહ

આજે આપ એ વસ્તુઓને મહત્વ આપો જે હકીકતમાં આપને માટે મહત્વપૂર્ણ છે. આપે આપના પરિવાર, દોસ્તો અને કામ વચ્ચે સંતુલન કેળવવું જોઈશે. ક્યારેક ક્યારેક આપને એવું પણ લાગશે કે દરેક કામમાં સંતુલન ન રાખી શકવાથી આપની પ્રાથમિકતાઓ પુરી થઈ ન શકી. આ મુદ્દાઓને લઈને જો આજે આપ યોજનાઓ સમજી વિચારીને બનાવશો તો આપના મગજમાં સ્પષ્ટતા આવશે.

કન્યા

બની શકે છે કે આપ પોતાના કામને નિયત સમયમાં પુરૂં ન કરી શકો એટલે અત્યારથી સાવચેત રહેવાનું છે. જો આપ નોકરીને માટે અરજી કે કોઈ છાત્રવૃત્તિના કાગળો પર કામ કરી રહ્યા છો તો પુરી રીતે સમેત રહેજો જેટલું જલ્દી થાય પોતાનુ કામ પુરૂં કરી લેજો. નહિંતર અણાગમતી મુશ્કેલીઓ આવી શકે છે.

તુલા

આજે પોતાને કોઈ પણ ઉપાધિમાંથી બચાવવાને માટે કોઈએ આપેલી માહિતીથી સત્યતાની ખાત્રી અવશ્ય કરી લેજો. અમસ્તી કોઈ વાત કે અફવાને સાંભળીને કોઈ નિર્ણય ન લેશો. ધ્યાન રાખજો કે આપ સાચી માહિતી પરજ કામ કરી રહ્યા છો.

વૃશ્ચિક

આજે આપ એ લોકોથી થોડાક હમારા છો જેઓએ આપને નિરાશ કરી છે. આપને લાગશે કે લોકો વચન તો આપી દેતા હોય છે પણ એને નભાવતા નથી. આજે આપે પોતાનું મગજ શાંત રાખવું પડશે. આપના કામમાં આવેલો આ અવરોધ અસ્થાઈ છે જે સમય જતાં દૂર થઈ જશે.

ધનુ

પોતાના નિયંત્રણ બાહરની સ્થિતિમાં પડવાની જરૂર નથી. એમાં વધુ પડતો રસ લેવાથી પરિસ્થિતિ બગડી શકે છે. થોડીક મુશ્કેલીઓનો સામનો કરાયા પછી આપને સફળતા જરૂર મળશે. ધીરજ અને હિંમત રાખજો.

મકર

એવી પરિસ્થિતિઓમાં પડશો નહી જેમાં આપને અગવડ લાગતી હોય, પોતાની વિચારસરણ રચનાત્મક બનાવી રાખજો અને નકામી વાતોમાં ન પડશો. જે આપ છો જ નહી એ બનવાની પ્રયત્ન કરવાનો શો ફાયદો? એ જગ્યા પર મવાનો શું ફાયદો ક્યાં જવું આપને પસંદ જ નથી. ક્યારેક અકેલા રહેવું અણગમતા સાથથી સારૂં નીવડે છે.

કુંભ

બીજા લોકો આપની મદદ કરે કે ન કરે પરંતુ આપ બીજાઓની સમસ્યાઓ ઉકેલવામાં એમને મદદ કરશો. આજે આપ પોતાને સ્થિર અને બીજાઓની મદદ કરવા યોગ્ય માનશો. આપને બીજાઓની મદદ કરવાથીજ ખુશી થશે એટલુજ નહી બલ્કે એમના ચેહરા પર ખુશી જોઈને પણ ખુશી થશે.

મીન

આજે આપ સમાજસેવા પ્રત્યે આકર્ષિત થશે. આજના દિવસે આપ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને માટે દરેક પ્રયાસ કરશો. ભલે એ પૈસાને લગતી હોય કે સમયને લગતી હોય. દિવસની આખરે આપ વિચારી પણ નહી શકો કે આપને કેટલી ખુશી થશે.

Post a comment

0 Comments