જાણો, 16/09/2019 ને સોમવાર ના રાશિફળ વિશે


મેષ

આજે અચાનકજ આપનો કોઈ મિત્ર આપને ઈ-મેઈલ મોકેલશે અથવા પછી ફોન કરશે. આ દોસ્ત કદાચ થોડાંક દિવસોને માટે આપના ઘરે રહેવાપણ આવી જાશે. એનું સ્વાગત કરવા તૈયાર રહો. પોતાના મિત્રની સાથે ખૂબ મઝા કરો.

વૃષભ

આજે આપને એમની સાથે સમય પસાર કરવો જોઈએ જે ઘણાં લાંબા સમયથી આપની સાથે થોડીક પળો વિતાવવાની રાહ જુએ છે. પોતાના દોસ્તોને મળો અથવા પછી પોતાના પરિવારની સાથે થોડોક સમય વિતાવો, આજે એમની સાથે થોડોક સમય વિતાવવો સાથે લાગશે. અને આપ અનુભવશો કે તેઓ આપને માટે કેટલા ઉપયોગી છે.

મિથુન

આજે આપ એવી સ્થિતિમાં હશો કે પોતાના જરૂરિયાતવાળા દોસ્તની વાત સાંભળીને એની મદદ કરી શકશો. આપના વહેવારના વખાણ થશે. આજે આપની દોસ્તી આપના મિત્રને ખૂબજ લાભદાયક પુરવાર થશે. અને ભવિષ્યમાં એ પણ આપની મદદ માટે તૈયાર રહેશે.

કર્ક

હાલમાં જે તનાવ વધતો જતો હતો એ હવે દોસ્તો અને પરિવારજનોની સાથે સમય વિતાવવાળી ખત્મ થઈ જશે. માનસિક શાંતિને માટે આજે આપ બાહર ફરવા જઈ શકો છો. પોતાના પરિવાર પર ધ્યાન દયો અને એમના સાથની સરાહના કરો. ઘરે ખુશી બની રહે એ માટે આપ પણ પોતાના પરિવારજનો પ્રત્યે પોતાનો વ્યાર દર્શાવો.

સિંહ

આજે આપનો કોઈ મિત્ર આપની પાસેથી મદદ માંગી શકશે. આ મિત્રને કદાચ આપની મદદની જરૂર પણ હોય. આ મિત્રની સાથે વફાદારી નિભાવજો એના ભલા માટે આપે એની આલોચના પણ કરવી પડે તો પણ પીછેહટ ન કરશો. જો આપનો મિત્ર કોઈ ભૂલ કરે છે તો એની ભૂલની એને પ્રતીતિ અવશ્ય કરાવો.

કન્યા

આજે આપ અચાનક જ પોતાના જુના દોસ્તને મળી શકશો જેથી આપને ખુબજ ખુશી થશે. આજે આપ પોતાના જુના મિત્રની સાથે પોતાની જુના યાદોને તાજી કરી શકો છો. આ શુભ અવસરનો પુરો લાભ ઉઠાવજો. આ દોસ્તોની સાથે પોતાનો સંબંધ એમજ બનાવી રાખજો.

તુલા

આજે આપે બીજાઓ સાથે પોતાની છબી સુધારવામાં લાગ્યા રહેશો. આપને સલાહ આપવામાં આવે છે કે આપ બીજાઓને બદલવાને બદલે પોતાને બદલવાનો પ્રયત્ન કરો. અને આ બદલાવ માત્ર બાહરથી ન હોઈને અંદરથી થવો જોઈએ જો આપનું મન ચોકખું હશે તો આપની સારાઈ આપ મેળેજ બાહર આવી જશે. આપની સારાઈને કારણે સામેવાળો આપમેળેજ આપની સાથે સારો વહેવાર કરવા લાગશે.

વૃશ્ચિક

આજે કદાચ આપને આપના મિત્રો સાથે સાથે કામ કરનારાઓની કોઈ મદદ નમળે. એથી આપને કદાચ નિરાશા પણ થાય. પરંતુ યાદ રાખજો કે હરકોઈની પોતાની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. વગર વિચાર્યે ઉતાવળથી કોઈ નિર્ણય ન કરશો. આત્મવિશ્વાસ ટકાવી રાખજો આજે આપ કોઈ પણ પડકારસમ પરિસ્થિતિનો સ્હેલાઈથી સામનો કરી શકશો.

ધનુ

આપના કોઈ પ્રિયજનથી આપનો સંબંધ કંઈક બરોબર નથી. આ આપના ગુસ્સા અને નકારાત્મક વિચારોને કાબુમાં રાખવાનો સમય છે. આપે એમની સાથે ગુજારેલ સારા સમયને યાદ કરો અને એક બીજાના સાથના મહત્વને સમજો. ક્યારેક એક ફોન કરવાથી પણ ઘણું બધું બદલાઈ શકે છે. કદાચ આપનો મિત્રપણ આપના ફોનની રાહ જોતો હશે.

મકર

આજ આપ પોતાના પરિવાર અને દોસ્તોને એમની મદદ બદલ એમનાં વખાણ કરશો. એમને એમની મદદને માટે ધન્યવાદ જરૂર કહે જો એ આપના સંબંધો અને તંદુરસ્તીને બેન્ને ને માટે સારૂં છે. એપના પ્રત્યે આપ જેટલો વ્યાર દર્શાવશો આપને એટલીજ ખુશી મળશે. આજે એ દિન છે જ્યારે આપને પોતાના પ્રિયજનોને કંઈક આપવું જોઈએ તેઓએ પણ આપને આટલું બધું આપ્યું છે.

કુંભ

આજે કોઈ દોસ્તથી લડાઈ તનાવનું કારણ બની શકે છે - આપને એ વાતથી આ વાતથી આશ્ચર્ય થશે અને ઘણી સમજદારપૂર્વક આપે આ સ્થિતિને કાબુમાં રાખવી પડશે. લીજાના દૃષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરજો. એથી સમસ્યાનો તો ઉઠેલ અવશેજ સાથે આપની દોસ્તીનો સંબંધ તુટતા બચી જશે.

મીન

આજના દિવસની શરૂઆત કંઈક નિરાશામય હોઈ શકે છે. પરંતુ દિવસનો અંત સંતોષજનક હશે. આપની ધીરજ અને દૃઢતાનો આપની આસપાસના લોકો પર સારી અસર થશે. અને આપની દરેક સમસ્યાઓની મેળેજ ઉકલી જશે.

Post a comment

0 Comments