ઓટો સેક્ટરમાં મંદીના વાદળો ઘેરાયા, સતત 10માં મહિને વાહનોનાં વેચાણમાં થયો મોટો ઘટાડો


દેશમાં સતત 10માં મહિને ઓગષ્ટમાં યાત્રી વાહનોનાં વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાહન નિર્માતાઓનું સંગઠન સિયામનાં આંકડાઓ મુજબ ઓગષ્ટમાં યાત્રી વાહનોનું વેચાણ 31.57 ટકા ઘટીને ,96,524 વાહનો રહી ગયા છે. જ્યારે પાછલા વર્ષે ઓગષ્ટમાં 2,87,198 વાહનોનું વેચાણ થયુ હતુ.

સિયામે સોમવારે રજૂ કરેલાં આંકડાઓ મુજબ ઓગષ્ટ 2019માં સ્થાનિક બજારોમાં કારોનું વેચાણ 41.9 ટકા ઘટીને 1,15,957 કારનું થયુ હતુ. જ્યારે એક વર્ષ પહેલાં ઓગષ્ટ મહિનામાં 1,96,847 કારોનું વેચાણ હતુ.


તેના સિવાય આ દરમ્યાન દ્વી-ચક્રીય વાહનોનું વેચાણ 22.24 ટકા ઘટીને 15,14,196 વાહનો થયુ હતુ. જે એક વર્ષ પહેલાં આ જ સમય દરમ્યાન 19,47,304 વાહનોનું રહ્યુ હતુ. જેમાં મોટરસાઈકલનું વેચાણ 22.33 ટકા ઘટીને 9,37,486 મોટરસાઈકલનું રહ્યુ છે. જેનું એક વર્ષ પહેલાં આ જ સમયગાળા દરમ્યાન 12,07,005 મોટરસાયકલનું વેચાણ હતુ.

મંદીને કારણે કોમર્શિયલ વાહનોના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે. સિયામનાં આંકડા મુજબ, ઓગષ્ટ મહિનામાં કોમર્શિયલ વાહનોનું વેચાણ 38.71 ટકા ઘટીને 51,897 વાહનોનું રહ્યુ છે. જો દરેક પ્રકારનાં વાહનોની વાત કરીએ તો ઓગષ્ટ 2019માં કુલ વાહનોનું વેચાણ 23.55 ટકા ઘટીને 18,21,490 વાહનોનું રહ્યુ છે.

જ્યારે એક વર્ષ પહેલાં આજ મહિનામાં 23,82,436 વાહનોનું વેચાણ થયુ હતુ. ઓટો એક્સપર્ટ્સનું માનીએ તો ધીમે ધીમે મંદી ઓછી થઈ રહી છે. આશા છેકે, આ ફેસ્ટિવ સિઝનમાં વેચાણનાં આંકડા સારા આવવાની આશા છે.

Post a comment

0 Comments